અમરેલી જિલ્લામાં ૧.૧૨ લાખથી વધુ લોકો વેક્સીનનો બીજો ડોઝ નથી લીધો

અમરેલી જિલ્લામાં ૧.૧૨ લાખથી વધુ લોકો વેક્સીનનો બીજો ડોઝ નથી લીધો
Spread the love

અમરેલી જિલ્લામાં ૧.૧૨ લાખથી વધુ લોકો વેક્સીનનો બીજો ડોઝ નથી લીધો

હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોના ઘરે જઈને વેક્સીન અપાશે

અમરેલી, તા. ૧૭ નવેમ્બર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ રસીકરણના લક્ષને હાંસિલ કરવા હર ઘર દસ્તક અભિયાન થકી લોકોના ઘરે જઈ જઈને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી આરોગ્ય તંત્રના તમામ તબીબો અને આરોગ્ય કર્મીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવીડ રસીકરણના પ્રથમ અને બીજા ડોઝ લેવામાં બાકી રહેલ લાભાર્થીનું કાઉનસેલીંગ તથા મોબીલાઇઝ કરીને કોવીડ રસીકરણ સુનિશ્રિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

મેડીકલ ઓફિસર તથા આયુષ તબીબે એક ગામ / વોર્ડની મુલાકાત લઈ હર ઘર દસ્તક અંતર્ગત અમરેલીમાં કોવીડ રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝના બાકી રહેલ લાભાર્થીઓને આવરી લેવા માટે પ્લાનીંગ કરવામા આવ્યું છે. આરોગ્યના સ્ટાફ પ્રથમ અને બીજા ડોઝ માટે બાકી રહેલ લાભાર્થીઓને ડોર ટુ ડોર એટલે ઘર ઘર દસ્તક જશે તેનુ ક્રોસ વેરીફીકેશન – મેડીકલ ઓફિસર આર.બી.એસ.કે દ્વારા કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં હાલ બીજા ડોઝ માટે કુલ ૧,૧૨,૦૦૦ જેટલા લાભાર્થી બાકી રહેલ છે. તથા જિલ્લામા પ્રથમ ડોઝમાં બાકી રહેલ લાભાર્થીને પણ ડોર ટુ ડોર એટલે હર ઘર દસ્તકથી કોવીડ રસીકરણ કરવા અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ડોઝ / બીજો ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ કરવાની સમજણ આપવામાં આવી હતી.

22-23-31-images.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!