દેશમાં પર્યાવરણ અને રક્તદાન ની જાગૃતિ ફેલાવવાં માટે ૨૩ વર્ષનાં વિદ્યાર્થીનો અનોખો પ્રયાસ

દેશમાં પર્યાવરણ અને રક્તદાન ની જાગૃતિ ફેલાવવાં માટે ૨૩ વર્ષનાં વિદ્યાર્થીનો અનોખો પ્રયાસ
Spread the love

રક્તદાન અને વૃક્ષારોપણનો સંદેશ આપવા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના લાલગુલા ગામનો યુવક સાઇકલ પર 6363 કિમીનું અંતર કાપીને સુરત પહોંચ્યો હતો. સુરત પહોંચ્યા બાદ તેમણે કાપડનાં વેપારીઓને વધુમાં વધુ રક્તદાન કરી પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળથી 94 દિવસની 6363 કિમીની સાઇકલ યાત્રા કરીને સુરત પહોંચેલા પ્રશાંતજીત દાસ ઉર્ફે જોજોએ જણાવ્યું કે તેમના પિતા સામાજિક વલણમાં પહેલાથી જ આગળ હતા અને તેમની પાસેથી પ્રેરણા લઈને જ આ કાર્ય શરૂ કર્યું હતું. પ્રથમ વખત વૃક્ષારોપણના સંદેશ સાથે વર્ષ 2019માં મારા જિલ્લાથી દાર્જિલિંગ સુધી 450 કિમી સાઇકલ ચલાવીને લોકો સુધી વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. જેમાં તેને 15દિવસલાગ્યાંહતાંપર્યાવરણ બચાવવા અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવા માટે 20ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરીને 25 ઓગસ્ટે લાલગુલાથી સાયકલ ચલાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશાંતજીત દાસ બીએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે. તેણે ઝારખંડથી પાછા ફરતા પહેલા તેના જિલ્લામાંથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ બિહાર, યુપી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો.જેમાં ગુજરાતમાં પ્રથમ દિવસે શામળાજી પછી ગાંધીનગર, આણંદ, ભરૂચ થઈને શુક્રવારે સુરત પહોંચ્યાં હતા. આજે તેઓ સુરતમાં સામાજિક સંસ્થાઓને મળ્યાં બાદ દમણ અને મહારાષ્ટ્ર જશે. દરરોજ 120 કિમી સાઇકલ ચલાવીને આ યાત્રા 94 દિવસમાં કરવામાં આવી છે અને આ યાત્રા 4 મહિના સુધી ચાલશે. સુરતનાં સારોલી સ્થિત રઘુવીર માર્કેટનાં વેપારીઓને મળ્યાં હતા.તેમનું કહેવું હતું કે આજે આખું વિશ્વ પર્યાવરણની સમસ્યા સામે લડી રહ્યું છે તેવામાં યુવાનોએ આગળ આવવાની ખુબ જરૂર છે. મારો પ્રયાસ ભલે નાનો હશે. પણ તે થોડા વ્યક્તિઓ સુધી પણ પહોંચી શકે તો મારી મહેનત સાકાર થશે.

રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત

IMG_20211127_173317.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!