વડોદરાના નર્મદા ભુવન ખાતે સફાઇ કર્મચારી ઓને પગાર ન મળતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

વડોદરાના નર્મદા ભુવન ખાતે સફાઇ કર્મચારી ઓને પગાર ન મળતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
Spread the love

વડોદરા શહેરના નર્મદા ભુવન ખાતે સફાઇ કામદારી તરીકે ફરજ બજાવતાં ૧૩ જેટલા સફાઇ કર્મચારી અને મહિલાઓને છેલ્લા બે મહિનાથી પગાર ના મળતા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરના નર્મદા ભુવન ખાતે સફાઈ કર્મચારીઓ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમો છેલ્લાં પાંચ વર્ષથી નર્મદાભવન ખાતે ૧૩ જેટલા સફાઇ કર્મચારીઓ સફાઇ કામદાર તરીકે ફરજ જાવીએ છીએ. આટલી કારમી મોંઘવારીમાં અમોને માસિક વેતન રૂા.૨૮૦૦ મળે છે અને તે પણ બે-ત્રણ મહિને ટુકડે-ટુકડે મળે છે. તેમજ ખાનગી એજન્સી દ્વારા અમને સફાઇ કામકાજ માટેના સાધન-સામગ્રી પણ આપવામાં આવતા નથી. જેના કારણે અમારે પોતાના પૈસાથી સફાઇ માટેના સાધન-સામગ્રી લાવીને સાફ-સફાઇ કરીએ છીએ અને જાે આમ ના કરીએ તો અમારી ગેરહાજરી ભરવામાં આવે છે અને પૈસા પણ કાપી લેવામાં આવે છે. જેથી અમારો આર્થિક લાભ ઉઠાવી અમારું શોષણ પણ કરવામાં આવે છે. ખાનગી એજન્સીમાં અમોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં અમારી રજૂઆત કોઇ સાંભળનાર નથી. જેથી અમોને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરવા આવ્યા છે.

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )

FB_IMG_1638350741950.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!