સુરત માં વેકસીન લીધા હોય તો જ લગ્ન વાડી, હોટલ પાર્ટી પ્લોટમાં એન્ટ્રી

સુરત માં વેકસીન લીધા હોય તો જ લગ્ન વાડી, હોટલ પાર્ટી પ્લોટમાં એન્ટ્રી
Spread the love

સુરતમાં ધીરે ધીરે કોરોના કેસમાં વધારો થતાં પાલિકા તંત્રે જાહેર જગ્યાએ ડબલ ઍક્શન હોય તો જ એન્ટ્રી આપવા માટેની કવાયત શરૂ કરી છે. લગ્નની વાડી, પાર્ટી પ્લોટ ને હોટલ રેસ્ટોરન્ટનાં માલિકોને બોલાવી પાલિકા તંત્રએ આજે કોઈ જ નાં નિયમો ની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન કરવા માટે તાકીદકરીછે.સુરતમહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલી લગ્નની વાડી, પાર્ટી પ્લોટ, હોટલ અને રેસ્ટોરન્ટ ના માલિકો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાકીદની બેઠક કરી હતી. હાલકેસમાં વધારો થઈ રહ્યો હોય વધુ તકેદારી રાખવા માટે પાલિકા તંત્રએ કવાયત શરૂ કરી છે. આ બેઠકમાં પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જ્યાં વધુ લોકો ભેગા થાય છે ત્યાં સંક્રમણની શક્યતા નકારી શકાતી નથી. સુરતમાં પહેલો ડોઝ સો ટકા કરતાં પણ વધુ લોકોને અપાયો છે. પરંતુ હજુ ઘણા લોકોએ બીજો ડોઝ લીધો નથી. આવા લોકો જો સંક્રમણનો શિકાર બને તો તકલીફ થઈ શકે છે. જેના કારણે આવી જાહેર જગ્યાએ આવતા તમામ લોકો પાસે વેક્સિન ના બંને ડોઝ લીધા હોય તેની ખાત્રી કર્યા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે. અઠવા ઝોન દ્વારા શરૂ કરાયેલી આ કામગીરી તમામ ઝોનમાં શરૂ કરાશે. જેના કારણે આવી જાહેર જગ્યા માં જતા પહેલા વેક્સિન ના બંને ડોઝ લીધા હોય તેનું સર્ટિફિકેટ ફરજિયાત લઈ જવું પડશે.

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20211207_170322.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!