સુરત માં ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ કરનારા બે શખ્સ ઝડપાયાં

સુરત માં ગેરકાયદેસર બાયોડીઝલ નું વેચાણ કરનારા બે શખ્સ ઝડપાયાં
Spread the love

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં હરીપુરા ગામે આવેલ વિધાતા ઈન્ડસ્ટ્રીઝમાં કે.કે.સ્ટીલની બાજુના બ્લોક નંબર-55 અને 25 વાળી ખુલ્લી જગ્યામાંથી કડોદરા પોલીસે એક પિકઅપ ગાડીમાંથી બાયોડિઝલનો 1000 લિટર કી.રૂ. 65 હજાર તથા ગાડી, મોટર, મશીન ટાંકી મળી કુલ 3.23 લાખનો મુદ્દામાલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડી એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળતા તેઓ હરીપુરા ગામે આવેલ વિધાતાં ઈન્ડસ્ટ્રીઝમાં કે.કે.સ્ટીલની બાજુના બ્લોક નંબર-55 અને 25 માં રેડ કરી હતી.પોલીસને રેડ દરમ્યાન બાતમી મુજબનો એક પિકઅપ ટેમ્પો નંબરજીજે-05-બીએક્સ-7850 ત્યાં હાજર મળીઆવ્યો હતોઅનેત્યાંહાજરબેવ્યક્તિઓ પિકઅપ ટેમ્પાની પાછળ બનાવેલ ટાંકીમાંથી કોઈપણ જાતની પાસપરમિટ વગર બાયો ડીઝલનું સસ્તા ભાવે વેચાણ કરી રહયાં હતા. પોલીસે ઘટના સ્થળેથી બે વ્યક્તિ રવજીભાઈ અરજણભાઈ રાજાભાઈ પાલડીયા (રહે, વાવગામ, સાંતમ એવન્યુ બી/402, તા.કામરેજ જી.સુરત મુળ રહે, માંડવીગામ તા.ગારીધર જી.ભાવનગર) તથાં રાઘુભાઈ મલાભાઈ રાવરીયા ઉ.વ. 48(રહે, હરીપુરાગામ, વિધાતા ઇન્ડસ્ટ્રીઝ બ્લોક નંબર, 55 પ્લોટ નંબર A/25, તા. પલસાણા જી.સુરત મુળ રહે, કબરાઉતામ તા.ભચાઉ જી. કચ્છ-ભુજ) ને ઝડપી પાડ્યા હતા. અને ટેમ્પા માંથી કુલ 1000 લિટર બાયોડીઝલ કિંમત રૂ, 65 હજાર, તથા પ્લાસ્ટિકની ટાંકી નંગ બે કિંમત રૂ, 2 હજાર, ડિસ્પેન્સર મશીન કિંમત રૂ, 5 હજાર, મોટર કિંમત રૂ, 1 હજાર, તથા પિકઅપ ગાડી મળી કુલ 3.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલ મુન્નાભાઈ (રહે, પાંડેશરા સુરત શહેર) ને પોલીસે વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20220112_094612.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!