ઉનાવા ના પી.એસ.આઈ.બી.બી.ડાભાણી ની પ્રશંસનીય કામગીરી

ઉનાવા ના પી.એસ.આઈ.બી.બી.ડાભાણી ની પ્રશંસનીય કામગીરી
Spread the love

ઉનાવા પી.એસ.આઈ.બી.બી.ડાભાણી ની સરાહનીય કામગીરી

મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.બી.ડાભાણી દ્વારા હાલમાં કોરોનાના કેસોમાં વધારો થયેલ હોઈ, જે અંગે મહેસાણા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેમજ નાઈટ કારફ્યુના અમલ અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલી છે

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે સરકારશ્રીના જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, કોરોનાના કેસોમાં વધારો થયેલ હોઈ, લોકો હાલમાં બિન્દાસ્ત અને બેદરકાર થયેલ હોઈ, ત્યારે મહેસાણાજિલ્લા
ઉનાવા પી.એસ.આઈ.બી.બી.ડાભાણી ના ધ્યાને આવેલ માહિતી મુજબ સામાન્ય રીતે મોટા ભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ અમૂક લોકો, માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ માસ્ક ગળે લટકાળી રાખી, જ્યારે પોલીસ પસાર થાય ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાની મળેલ માહિતી આધારે લોકોમાં જાગૃતિ લાવવા ઉનાવા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસો ની ટીમ દ્વારા ઉનાવા શહેરમા આવેલ જુદા જુદા પોઇન્ટ ઉપર લોકો તથા વાહન ચાલકોને એકત્રિત કરી, લોકોને બ્રિફિંગ કરવામાં આવેલ હતું.

હાલમાં દંડની રકમ રૂ. 1,000/- કરવામાં આવેલ હોઈ, લોકોની આવક એટલી ના હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણ લોકોને માસ્ક પહેરાવવાનો જ છે, તેવું સમજાવી, લોકોને દંડ ભરવો ભારે પડશે, જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદ કરવામાં આવેલ હતી. ઉનાવા શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં રીક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રુટની લારીઓ તથા અન્ય લારીઓ વાળા તેમજ મજૂરો અને ફૂટપાથ ઉપર વસવાટ કરતા ગરીબ માણસોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી, મફતમાં 4300 થી વધુ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પેસેન્જરો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે, પેસેન્જરો પણ અવશ્ય માસ્ક પહેરે, રીક્ષા સ્ટેન્ડ પર પણ બધા રીક્ષા ચાલકો ભેગા થઈને બેસવાના બદલે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે અથવા ઉભા રહે, રીક્ષા મા સેનેટાઇઝર રાખે, જેનો પોતાના માટે તેમજ પેસેન્જરો માટે ઉપયોગ કરે, એ પ્રકારે સુચનાઓ આપી હતી સામાન્ય નાગરિકો, રિક્ષા ચાલકો તથા વાહન ચાલકોમાં જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રીક્ષા ચાલકો તથા વાહન ચાલકોને મફતમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું. લોકો દ્વારા પણ નિયમોના પાલન કરવા ખાત્રી આપેલ હતી…

સામાન્યરીતે, લોકો દ્વારા ગળામાં માસ્ક લટકાવી રાખવામાં આવે છે અથવા ખિસ્સામાં રાખવામાં આવે છે અને પોલીસને જોઈ જતા અથવા પોલીસ દ્વારા ટોકવામાં આવે ત્યારે જ માસ્ક પહેરવામાં આવે છે. ઉનાવા પોલીસ દ્વારા હાલમાં જ્યારે માસ્ક નહીં પહેરવાનો દંડ રૂ. 1,000/- થયેલ છે, ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા લોકોને ગાંધીગીરી કરી, મફતમાં માસ્ક આપી, પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું જણાવી, ઉનાવા વાસીઓને પોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું પણ સમજાવવામાં આવેલ હતું. ઉનાવા પોલીસ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગની લોકોમાં પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ જાગૃત થયેલ છે…._

મહેસાણા જિલ્લાના ઉનાવા પી.એસ.આઈ.બી.બી. ડાભાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા ઉનાવા પોલીસ દ્વારા લોકોના હિતમાં કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે, મફતમાં માસ્ક પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગ થી ઉનાવા પોલીસની સર્વત્ર સરાહના થઈ રહી છે…._

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!