વિદેશી દારુ નો જથ્થો ઝડપી પાડતી થરાદ પોલીસ

વિદેશી દારુ નો જથ્થો ઝડપી પાડતી થરાદ પોલીસ
Spread the love

થરાદ પો.સ્ટે. ના ખોડા ચેક પોસ્ટ થી ચોરખાનું બનાવેલ રિટ્ઝ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૮ કિં.રૂ.૨૯,૩૪૫/- સહિત કુલ રૂા.૧,૮૪,૮૬૫/-ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમને પકડી પાડતી થરાદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા સુ.શ્રી પૂજા યાદવ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી થરાદ વિભાગ થરાદ તથા શ્રી જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ જથ્થો ઝડપી પાડયો હતો.

હેડ.કોન્સ. માન કરશનભાઈ તથા પો.કો. પ્રકાશભાઇ ભગવાનભાઇ તથા પો.કોન્સ. દિપકભાઇ જીવાભાઇ નાઓ ખોડા પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન રિટ્ઝ ગાડી નં.GJ-01-KB-1839 માં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૮ કિ.રૂા.૨૯,૪૪૫/-ના પ્રોહી મુદ્દામાલ સાથે ચાલક ઈસમ નારાયણરામ સ/ઓ ધુડારામ જાતે.સુથાર ઉવ.૨૮ રહે.પાયલા કલ્લા તા.ગુડામાલાણી જિ.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પાડેલ અને ગાડી સહિત કુલ કિ.રૂ.૧,૮૪૮૬૫/-નો મુદ્દામાલ કબજે કરી ચાલક ઈસમ તેમજ દારૂનોજથ્થો આપનાર બાલુલાલ સન/ઓફ ઇસરારામ જાતે.બેનીવાલ રહે.આડેલ તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન) તથા દારૂનો જથ્થો મંગાવનાર જસુભાઇ મારાજ રહે.બાડમેર (રાજસ્થાન) વાળા એમ ત્રણેય ઇસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220115-WA0003.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!