સુરતમાં એકીસાથે PI સહીત ૧૦૪ પોલીસ કર્મચારીઓની બદલી

સુરતમાં એકીસાથે PI સહીત ૧૦૪ પોલીસ કર્મચારીઓની બદલી
Spread the love

રાજ્યના ગૃહમંત્રી અને સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના જ શહેર સુરતમાં કાયદો વ્યવસ્થાને લઈને મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના એક સાથે 104 પોલીસ કર્મીઓની બદલી કરી નાંખી છે. જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત તમામ પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ગુજરાતની આ પ્રથમ ઘટના છે.સુરતના સલાબતપુરા વિસ્તારમાં અસંખ્ય કાપડની માર્કેટ આવેલી છે. જેમાં અવારનવાર વેપારીઓ સાથે છેતરપિંડી ની ઘટનાઓ બને છે તેની વ્યાપારીઓ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવે છે. પરંતુ પોલીસ વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ માં કોઇ નક્કર કાર્યવાહી ના કરતા વ્યાપારીઓએ થોડા દિવસો અગાઉ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી ને આ બાબતે રજૂઆત કરી હતી. 104 પોલીસ કર્મીઓની બદલીની પાછળનું આ પણ એક કારણ માનવામાં આવી રહ્યું છેજોકે તેના સારા પ્રતિભાવ સૌથી પહેલા કાપડ માર્કેટમાંથી સામે આવી રહ્યા છે. વેપારીઓએ આ નિર્ણયને એટલા માટે આવકાર્યો હતો કે છેલ્લા બે દાયકાથી માર્કેટ એરિયાની અસંખ્ય આર્થિક બાબતની ફરિયાદો આપોલીસસ્ટેશનમાંકરવામાંઆવેછે.જેનોકોઈસંતોષકારક ઉકેલ વેપારીઓને મળતો ન હતો. જોકે આખા પોલીસ સ્ટાફની બદલીથીવેપારીઓનેપણથોડીરાહતથઈછેઅચાનક શા માટે પોલીસકર્મચારીઓના બદલી પાછળનું કારણ શું હશે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે રાત્રી કરફ્યૂ દરમિયાન સલાબતપુરા પોલીસે સાત લોકોને ઢોર માર માર્યો હતો. જે આખો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટ દ્વારા ઘટનાની ગંભીરતાને જોઇને સુરત પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો હતો. પરંતુ ત્રણ ત્રણ વખત સમય આપવા છતાં સુરત પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. જેથી કોર્ટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત ચાર પોલીસ કર્મીઓને 25 હજારનો દંડ હાઇકોર્ટ દ્વારા ફટકાર્યો હતો. આ કારણથી પણ આ મોટો નિર્ણય લેવા પાછળ ની લોક ચર્ચા ચાલી રહી છે.

 

રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220117_122045.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!