ગાંધીનગર મનપાના અધિકારી સંજય શાહને પાણી કૌભાંડ મુદ્દે પાણીચું પકડાવાયું

ગાંધીનગર મનપાના અધિકારી સંજય શાહને પાણી કૌભાંડ મુદ્દે પાણીચું પકડાવાયું
Spread the love
  • ગાંધીનગર કોર્પોરેશનમાં મોટું કૌભાંડ આચરનાર વહીવટી અધિકારી સંજય શાહને ઘરભેગાં કરી દેતાં સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલ
  • સફાઈના ચુસ્ત આગ્રહી સ્ટેન્ડીંગ જસવંત પટેલે કોર્પોરેશનના વહીવટી માળખામાં પણ ઝાડું ફેરવી દેતાં સનસનાટી
  • તળિયાના ભાવની વસ્તુઓ ડબલ ભાવે ખરીદી કરીને મસમોટું કૌભાંડ આચર્યું
  • સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલની ગુપ્ત તપાસમાં સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ખાઈ બદેલાં અને કોર્પોરેશનને બાપુજીની પેઢી સમજતાં વર્ગ-2 સંકલન વહીવટી અધિકારી સંજય શાહ વર્ષોથી કોર્પોરેશનની સ્ટોર શાખામાં અડીંગો જમાવીને બેઠાં હતા. કોર્પોરેશનની તમામ પ્રકારની વસ્તુઓની ખરીદીનું કામકાજ વાયા સંજય શાહ હસ્તક હતું. છેલ્લા ઘણા વર્ષોથી સંજય શાહ વિરુદ્ધ થયેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે જુની બોડીનાં હોદ્દેદારો અને કાઉન્સિલરોએ હરફ શુદ્ધા નહિ ઉચ્ચારતાં સાંઠગાંઠ હોવાની સંભાવનાઓ પ્રબળ બનવા પામી છે. બીજી તરફ હાલના સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલને સંજય શાહનાં કૌભાંડોની ગંધ આવી જતાં તેમણે સંજય શાહ દ્વારા મંજૂર કરવામાં આવેલા બીલોની ફાઈલો તેમજ ટેન્ડરીંગ બાબતેની ગુપ્ત તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ જ વહીવટી અધિકારી સંજય શાહે નાણાંકીય ગેરરીતિ આચરી કોર્પોરેશનની તિજોરીને મોટું આર્થિક નુકશાન કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેનાં ભાગરૂપે સ્વચ્છ અને કડક છબી ધરાવતાં કમિશ્નર ડો. ધવલ પટેલે તાત્કાલિક અસરથી વહીવટી અધિકારી સંજય શાહને સસ્પેન્ડ કરી દઈ તેઓની વિરુદ્ધમાં તપાસનો ધમધમાટ શરૂ કરવાના આદેશો આપી દીધા છે. અત્યાર સુધીના જે ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પણ પ્રથમ દ્રષ્ટિએ જ સંજય શાહની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી છે. મનપા તંત્રમાં પાણી, ફૂડ બિલ, ડાયરી ખરીદીમાં પણ મસ મોટું કૌભાંડ બહાર આવવાની સાથે મોટા માથાના નામ પણ ખુલે તેવી સંભાવનાઓ છે જો વર્તમાન સત્તાધીશો કોઈપણ વ્યક્તિ માટે ઢાંકપિછોડો નહિ કરે તો…

અહેવાલ : ભરતસિંહ રાઠોડ (ગાંધીનગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!