રાજકોટ: ધોરાજી-ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી

રાજકોટ: ધોરાજી-ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી
Spread the love

રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકના મુસાફરો લાંબા રૂટની ટ્રેન, લોકલ ટ્રેન તેમજ પૂરતી ટ્રેન સુવિધાઓથી વંચિત છે ઉપરાંત ધાર્મિક સ્થળોએ તથા અપડાઉન માટે ટ્રેન માટે કોઈ સારી વ્યવસ્થા નહીં હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને અહિયાના મુસાફરો સાથે અન્યાય ભર્યું વર્તન જોવા મળેલ છે જેમાં ધોરાજી-ઉપલેટાથી બે જ ટ્રેનો ચાલી રહે છે જેમાં આ ટ્રેન ધોરાજીમાં સ્ટોપ નથી જેથી ઉપલેટા જવું પડે છે અને ત્યાં પણ પ્લેટફોર્મની સમસ્યા છે.

રાજકોટ: ધોરાજી-ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી ત્યારે આ વિસ્તારમાં હાલ એક પણ લોકલ ટ્રેન સુવિધા ઉપલબ્ધ જ નથી જેને લઈને મુસાફરીમાં અગવડ પડી રહી છે.

આ વિસ્તારમાં લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વાર આવે છે અને જે છે જે ટ્રેન પણ હાલ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન છે જે ટ્રેન પણ મોતની સવારી છે કારણ કે ઉપલેટા ખાતેથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર છ જેટલા કોચ નીકળી જાય છે જેને લઈને મુસાફરો મોતના મુખમાંથી પસાર થતાં હોવાની રાવ કરે છે.

આ વિસ્તારમાં અબજો રૂપિયાના ખર્ચે વિકસાવેલ રેલવે લાઇન પર પૂરતી ટ્રેન ન હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો મજબૂરીવષ સહારો લઈ રહ્યા છે જેમાં આ વિસ્તારમાં ધોરાજી-ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ ટ્રેન છે જે પણ એકપ્રેસ છે અને દ્વારકા, હરિદ્વાર, અજમેર શરીફ તથા અન્ય રાજયમા જવા માટેની ટ્રેનો એક પણ ન ફાળવતા પેસેન્જરોમા રોષ છે અને આ ટ્રેનો ફાળવાઇ તે માટે ધોરાજી-ઉપલેટાના લોકોએ દસ વર્ષથી લેખિત રજૂઆત અનેકવાર કરેલ પણ કોઈ નિરાકરણ ન આવેલ તેથી ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોએ જો યોગ્ય ન્યાય નહી મળે તો આગામી દિવસો આંદોલન ની ચીમકી અપાઈ હોવાનું સામે આવું છે.

રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી ઉપલેટા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Screenshot_20221230-125211_Gallery-2.jpg Screenshot_20221230-125113_Gallery-0.jpg Screenshot_20221230-125135_Gallery-1.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!