ધનસુરા UGVCL કચેરી દ્વારા વીજ મેનટેનસ ના નામે ખેડૂતો અને આમ જનતા પરેશાન

ધનસુરા UGVCL કચેરી દ્વારા વીજ મેનટેનસ ના નામે ખેડૂતો અને આમ જનતા પરેશાન
Spread the love

સુર્યોદય યોજના તો બાજુ એ રહી પણ‌ જે લાઇટ મલે છે તેમાં એ ધાંધીયા!

ધનસુરા તાલુકા ના બુટાલ પાચકુહાડા વડાગામ વિસ્તારમાં રોડની કામગીરી ચાલુ છે ત્યારે આ વિસ્તારમાં વીજ મેઇન્ટેનન્સ ના નામે જયોતિ ગ્રામ તેમ જ ખેતી ની વિજ લાઈન બંધ કરી પરેશાન કરવામાં આવે છે જયારે લાઈટ ચાલુ કરવાનો સમય થાય તે સમયે ફોલ્ટ ના નાટક થાય છે ખેડૂતો ને માડ દિવસે વિજળી મળવાનો સમય હોય ત્યારે આખો દિવસ બંધ રખાય છે શિયાળામાં ઠંડી મા કલાકો સુધી લાઈટ ની રાહ જોઈ ઘરભેગા થવું પડે છે હાલમાં ખેતી ને પિયતની ખાસ જરૂર છે તેવા સમયે જ જયોતિ ગ્રામ તેમજ ખેતીસહિત લાઇટ બંધ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે
ધનસુરા પંથકમાં લાઇટ ના થઇ રહેલા ધાધિયા થી પરેશાન થઈ લોકો આગામી સમયમાં વીજ કચેરી તેમજ કલેકટર કચેરી ખાતે સામુહિક રજુઆત કરવાનૂ વિચારી રહ્યા છે
ખેતી વાડી નુ લાઈટ રાત્રિ ના 12 વાગ્યાના સમયનું હોય ત્યારે મેઈન્ટેનન્સ કેમ નથી કરતાં અને લાઇટ દિવસે હોય ત્યારે જ બંધ રખાય છે આવા સવાલ ખેડૂતો કરી રહ્યા છે

રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Screenshot_2024-01-03-08-22-37-17_680d03679600f7af0b4c700c6b270fe7.jpg

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!