“યોગ ફોર હાર્ટ કેર”ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાશે

“યોગ ફોર હાર્ટ કેર”ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાશે
Spread the love

અમદાવાદ,
પાંચમા વિશ્વ યોગ દિનની ૨૧ જૂને ઉજવણી કરવામાં આવશે. યોગ ફોર હાર્ટ કેરની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે.
રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપÂસ્થતીમાં સવારે ૬ થી ૮ દરમિયાન યોગ કરવામાં આવશે. રાજયમાં ૫૦ હજાર વધુ સ્થાન પરથી ૧ કરોડ ૫૧ લાખ લોકો સામુહિક યોગ દિનમાં જાડાશે.
યોગ કરીને યોગ દિનની ઉજવણી કરાશે અંબાજી,સોમનાથ, દ્વારકા, લોથલ, રાણકી વાવ સહિત ૧૫૦ જેટલા ઐતિહાસિક સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
સોમનાથ, અક્ષરધામ, તુલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિવિધ ધર્મ સંપ્રદાયના ૧ હજાર જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ કેવડીયામાં સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સાંધ્ય યોગ સાધનાથી સાકાર કરશે.
ર૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક Âસ્વકૃતિ મળી હતી. અને ર૦૧૫થી દર વર્ષે ર૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!