સરકારના ક્લાસ વન અધિકારી આઈએએસ બની શકશે, પરિપત્ર જાહેર

સરકારના ક્લાસ વન અધિકારી આઈએએસ બની શકશે, પરિપત્ર જાહેર

અમદાવાદ,
ગુજરાત સરકારમાં આગામી વર્ષોમા મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સનદી અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જેને કારણે મોટા ભાગની જગ્યાઓ ખાલી પડશે. ગુજરાત સરકારે આગામી દિવસોમાં આઈએએસ કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ, સરકારમાં છેલ્લા ૮ વર્ષથી ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા અને ૫૬ વર્ષથી નીચેની વયે ધરાવતા હોય એવા અધિકારીઓની આઈએએસ કેડરમાં સમાવવામાં આવશે. આ અધિકારીઓની ઉંમર ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૫૬ વર્ષથી ઓછી હોવી જરૂરી છે. જેમાં નિયત ફોર્મ ભરાવીને ગ્રેડ આપવામાં આવશે, જેના આધારે જીએએસ અને જીપીએસ જેવી પોસ્ટ સિવાયના વિભાગના અધિકારીઓને સનદી અધિકારી તરીકે નિમણૂંક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારમાં છેલ્લા ૮ વર્ષથી ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીઓને ઇÂન્ડયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં નિમણૂંક મળી શકે છે. જેને લઈ સરકાર દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક જુલાઇ ૨૦૧૯ સુધીમાં તમામને પોતાના નિયત સમયમાં ફોર્મ અને વિગત મોકલી આપવાના રહેશે.આ પ્રક્રિયામાં ક્લાસ વન અધિકારીઓને સીઆર રેકોર્ડ પણ ચકાસમાં આવશે. જેના આધારે તેમને ગ્રેડ આપવમાં આવશે. આ ગ્રેડ ૧૦ માર્ક સુધી આપવમાં આવશે. આ અધિકારીઓને ગ્રેડ સિસ્ટમમાં આઉટ સ્ટેન્ડીંગ પર્ફોર્મન્સ માટે ૧૦ માર્ક, વેરીગૂડ વર્કના ૮ માર્ક, ગૂડવર્કના ૬ માર્ક અને એવરેજ માટે શૂન્ય માર્ક આપવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે સુનિશ્ચત કરાયેલા ક્લાસ વન અધિકારીઓને સરાકારી નિયમ પ્રમાણે નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!