સાંતલપુરનાં લોદરા અને દૈસર ગામ ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક મળી

સાંતલપુરનાં લોદરા અને દૈસર ગામ ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક મળી
Spread the love

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ સહિત દૈસર ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક સાથે રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે આગામી તા.07.05.2024 ના મતદાન થવાનું છે ત્યારે મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા અને દૈસર ગામે મતદાન જાગૃતિ માટે માતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓને મતદાનના દિવસે દરેક કામ મુકીને અવશ્ય મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીઓ દ્વારા આંગણવાડી વિસ્તારના ફળિયામાં રેલી કાઢીને સુત્રોચ્ચાર સાથે લોકોને મતદાન કરવા માટે પ્રરીત કરવામાં આવ્યા હતા.

કિશોરીઓ દ્વારા ‘મારો મત મારૂ ભવિષ્ય’, ‘મત બદલતા હે વક્ત’, ‘તમારૂ મતદાન લોકતંત્રનો છે પ્રાણ’, વગેરે સ્લોગનોના બેનર હાથમાં લઈને સુત્રોચ્ચાર કરીને રેલી દ્વારા લોકોને મતદાન અવશ્ય કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240328-WA0040-1.jpg IMG-20240328-WA0039-2.jpg IMG-20240328-WA0041-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!