જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીંગ ઓફિસર-૧ની તાલીમ યોજાઈ

જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીંગ ઓફિસર-૧ની તાલીમ યોજાઈ
Spread the love

જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ૫૪૭  પ્રિસાઇડિંગ ઓફિસર અને ૬૫૪ પોલીંગ ઓફિસર૧ની તાલીમ યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલ ઓફિસરોને પ્રોત્સાહિત કરવાની સાથે માર્ગદર્શન આપ્યું

ચૂંટણીલક્ષી સામગ્રી મેળવવા, મતદાન મથક પરની કાર્યપદ્ધતિ, રિસીવિંગ સેન્ટર પર સામગ્રી પરત સોંપણી અંગેની વિગતવાર તાલીમ અપાઈ: કર્મચારીઓએ ઈવીએમની પ્રત્યક્ષ તાલીમ પણ મેળવી

જૂનાગઢ : જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ૮૬ જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર અન્વયે ૫૪૭ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૬૫૪ પોલિંગ ઓફિસર – ૧ની પ્રથમ તાલીમનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૭ મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનાર મતદાનની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય એ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓની પ્રથમ તાલીમ આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ તેમને ચૂંટણીની સમગ્ર કામગીરી દ્વારા દરમિયાન ચીવટતાપૂર્વક કામગીરી કરવા, ઈવીએમ હેન્ડસ ઈન તાલીમ લેવા જણાવ્યું હતુ.

આ તાલીમમાં મતદાન પ્રક્રિયા અંગેની તાલીમ, ચૂંટણી વખતે રાખવાની થતી તકેદારી, ચૂંટણી સાથે જોડાયેલ વિવિધ મુદ્દાઓ, જોગવાઈઓથી  માસ્ટર ટ્રેનર દ્રારા માહિતગાર કરાયા હતા. આ તાલીમ ત્રણ તબક્કામાં આપવામાં આવી હતી. જેમાં  પ્રથમ તબક્કામાં ચૂંટણીલક્ષી સામગ્રી મેળવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બીજા તબક્કામાં કર્મચારીને મતદાન મથક પરની કાર્યપદ્ધતિ અને ત્રીજા તબક્કામાં રિસીવિંગ સેન્ટર પર સામગ્રી પરત સોંપણી અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત ૧૫ જેટલા ઇવીએમ પર પણ હેન્ડસ ઈન  તાલીમ એટલે કે પ્રત્યક્ષ તાલીમ આપવામાં હતી.

આ તાલીમનું સમગ્ર આયોજન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રીચરણસિંહ ગોહિલ, મામલતદાર શ્રી જૂનાગઢ શહેર શ્રી ખેવન ત્રિવેદી તથા મામલતદાર શ્રી જૂનાગઢ ગ્રામ્ય શ્રી એલ.બી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!