જૂનાગઢ : મોટી મોણપરીમાં શાળાના બાળકોએ પોસ્ટર્સ દ્વારા મતદાન કરવા કરી અપીલ

જૂનાગઢ : મોટી મોણપરીમાં શાળાના બાળકોએ પોસ્ટર્સ દ્વારા મતદાન કરવા કરી અપીલ
Spread the love

જૂનાગઢ જિલ્લાના મોટી મોણપરીમાં શાળાના બાળકોએ પોસ્ટર્સ દ્વારા મતદાન કરવા કરી અપીલ

 

જૂનાગઢ : સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

રાષ્ટ્રના ચૂંટણી પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું જરૂરી છે જેનાથી લોકશાહી મજબુત બને છે. તે હેતુથી વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની અજાબ પાડોદર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ  યોજાયો હતો.  બાળકો દ્વારા ‘આપણો મત આપણું દાન, એ જ આપણું આભિયાન’, ‘હું જાગૃત મતદાર છું,  હું મતદાન અવશ્ય કરીશ’ જેવા પોસ્ટરો બતાવી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ લોકોને વધારેમા વધારે પ્રમાણમા મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!