જૂનાગઢ : આવશ્યક સેવાકર્મીઓને મતદાન કરવા પોસ્ટલ બેલેટની સુવિધા

જૂનાગઢ : આવશ્યક સેવાકર્મીઓને મતદાન કરવા પોસ્ટલ બેલેટની સુવિધા
Spread the love

આવશ્યક સેવાકર્મીઓને મતદાન કરવા પોસ્ટલ બેલેટની સુવિધા

 

મતદાનના દિવસે મતદાન મથકમાં મતદાન ના કરી શકનારા આવશ્યક સેવા કર્મી “પોસ્ટલ બેલેટ”થી કરી શકશે મતદાન

 

દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, વીજ, બી.એસ.એન.એલ., રેલવે, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, પરિવહન વિભાગના કર્મીઓનો આવશ્યક સેવા કર્મીઓમાં સમાવેશ

 

રાજકોટ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે તા.૧૯-03-૨૪ના જાહેરનામાથી વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.

આવશ્યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-૧૨ ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

એસેનસિઅલ  સર્વિસ વોટર્સ કે જે ફરજના લીધે મતદાનના દિવસે તેના મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નથી તે પોસ્ટલ બેલેટનું ફોર્મ નં .૧૨ ડી ભરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. મતદાર પોતાના  મતદાનનો ઉપયોગ કરી શકશે. જેથી  મતદારો મતદાનથી વંચિત ના રહે. તથા પોસ્ટલ બેલેટથી અગાઉ જ મતદાન કરી શકે. ઇમરજન્સી અને એસેનસિઅલ  સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા સમય મર્યાદામાં ફોર્મ નં .૧૨ ડી ભરાવવામાં આવે છે.

૮૫ વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટિઝનો અને દિવ્યાંગો માટે ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવાની સુવિધા

એક પણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્રની પ્રતિબદ્ધતા છે. મતદાન મથક સુધી ચાલીને મતદાન કરવા ના જઇ શકે તેવા ૮૫ વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટિઝનો અને ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે છે. તેઓને ઘરબેઠા જ મતદાન કરવાની સુવિધા મળી રહે છે. આ મતદારોને મત આપવાની નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ માટે મદદનીશ ચૂંટણી અધિકારીની સુચના મુજબ BLO સહિતનો સ્ટાફ ડોર ટુ ડોર જઈ આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો કે, જે મતદાન મથક પર મત આપવા ઇચ્છતા નથી અને ઘરે બેઠા જ વોટ કરવા માંગે છે તેમની પાસેથી 12-D ફોર્મ ભરવાની સહિત અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે. પછીના તબક્કામાં આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પાસેથી મતપત્ર દ્વારા મત લેવામાં આવશે. આ માટે મતની ગુપ્તતા જળવાઈ રહે તે માટે મતકુટીર પણ ઉક્ત મતદાતાઓ સુધી લઈ જવામાં આવશે અને મત આપવાની પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેટકરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની કામગીરી કરાશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!