જૂનાગઢ : મતદાનની તારીખ પૂર્વે મતદારોને મળી જશે ચૂંટણી ઓળખ કાર્ડ

જૂનાગઢ : મતદાનની તારીખ પૂર્વે મતદારોને મળી જશે ચૂંટણી ઓળખ કાર્ડ
Spread the love

મતદાનની તારીખ પૂર્વે મતદારોને મળી જશે ચૂંટણી ઓળખ કાર્ડ

 

મતદાર યાદીમાં નામ નોંધાવવા માર્ચ-૨૦૨૪ના પ્રથમ અઠવાડિયા સુધીમા અરજી કરી હશે તેમને મતદાનની તારીખ પૂર્વે ચૂંટણી ઓળખકાર્ડનું વિતરણ કરી દેવામાં આવશે

 

મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત ૧૨ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે

 

જૂનાગઢ : મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવા અને ઇલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડ એટલે કે ચૂંટણી ઓળખ કાર્ડ માટે અરજી કરી છે, તેમને મતદાનની તારીખ પહેલા ચૂંટણી ઓળખકાર્ડ વિતરણ કરી દેવામાં આવશે.

ડિસેમ્બર-૨૩ થી ફેબ્રુઆરી-૨૪ના બીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધાવવા અરજી કરી હતી,તેમને પોસ્ટ મારફતે એપ્રિલ-૨૦૨૪ના પ્રથમ અઠવાડિયા સુધીમાં ચૂંટણી ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવશે. ફેબ્રુઆરી-૨૦૨૪ના બીજા અઠવાડિયાથી માર્ચ-૨૦૨૪ ના પ્રથમ અઠવાડિયા સુધી અરજી કરી હશે તેમને મતદાનની તારીખ પૂર્વે સુધીમાં ચૂંટણી ઓળખકાર્ડનું વિતરણ કરી દેવામાં આવશે.

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૧-૧-૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે ઝુંબેશ અને ત્યારબાદ સતત સુધારણા કાર્યક્રમ દરમિયાન નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલ અરજી ફોર્મ જનરેટ થયેલના ચૂંટણી કાર્ડ વિતરિત કરવામાં આવશે.

ડિસેમ્બર-૨૦૨૩ પહેલાં મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવેલ હોય તે મતદારોના ચૂંટણી ઓળખકાર્ડ વિતરીત કરવાની કામગીરી ભારતીય પોસ્ટ સેવા મારફત પૂર્ણ કરવામાં આવેલ છે.

નાગરિકોને મતદાન માટે ચૂંટણી કાર્ડ ન હોવાની એક ચિંતા રહેતી હોય છે પરંતુ, મતદાતાઓ ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ૧૨ માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકે છે, આ પુરાવાઓમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી ફોટોવાળી પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે નામ પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય/પીએસયુ/ પબ્લિક લિમિટેડ કંપનીસ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા સર્વિસ ઓળખ કાર્ડ, એમપી/ એમએલએ/એમએલસીને આપવામાં આવતા ઓળખકાર્ડ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતા અંગેના ઓળખકાર્ડનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!