વીજળી ત્રાટકતા મોટા ધડાકા સાથે મકાનની છત ના કોલમની એલીવેશન તૂટી પડી.

વીજળી ત્રાટકતા મોટા ધડાકા સાથે મકાનની છત ના કોલમની એલીવેશન તૂટી પડી.
Spread the love

રાજપીપળા,

નાંદોદ તાલુકાના વાવડી ગામે ગઇકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાના સુમારે ગામના એક મહાન પર કડાકા વીજળી ત્રાટકી હતી અને મોટો ધડાકો થતાં મોડીરાત્રે ગામ લોકો બહાર દોડી આવ્યા હતા. જેમાં ગામના મકાન માલિક મુકેશભાઈ ઝવેરભાઈ પટેલના મકાન માં વીજળી ત્રાટકતા મોટો ધડાકા સાથે મકાનની છત પરની કોલમની એલીવેશન તૂટી પડી હતી. જોકે આ મકાનમાં રહેતા ભાડુઆત બહાર હોવાથી જાનહાની ટળી હતી.  મોડી રાત્રે ગામના લોકો મોટો અવાજ સાંભળીને દોડી આવતા ગ્રામજનો પરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે ધડાકો એટલો મોટો થયો હતો કે આટલો મોટો અવાજ મેં મારી લાઇફમાં પહેલીવાર સાંભળ્યો છે. વાવડી ગામમાં પહેલી વાર વીજળી ત્રાટકતા મકાનને નુકસાન થતાં ગામના વીજળી ત્રાટકવાની ઘટના અને સુરક્ષાના મામલે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!