ગાડી ના કાચ તોડી ને ચોરી કરતી ગેંગ ને મહેસાણા પોલીસે ઝડપી : 40 ચોરી ની કબૂલાત

ગાડી ના કાચ તોડી ને ચોરી કરતી ગેંગ ને મહેસાણા પોલીસે ઝડપી  : 40 ચોરી ની કબૂલાત
Spread the love

અપૂર્વ રાવળ, મહેસાણા

મહેસાણા એસપી નિલેશ જાજડીયાએ માહિતી આપતાં જણાવ્યું કે, ઊંઝામાં કારનો કાચ તોડી ચોરી કરી ત્રણ સવારીમાં ભાગેલા ચોરોને જોઇ કારમાં બેઠેલા ડ્રાઇવરે તુરંત પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ નજીકના કઢાવેલા સીસીટીવી ફૂટેજમાં યુનીકોન બાઇકનો જીજે 16 સીએ 7358 નંબર મળતાં જ પોલીસ વોટ્સએપ ગૃપમાં મૂકી જિલ્લાભરમાં નાકાબંધી કરાઇ હતી. જેમાં એલસીબી પીઆઇ એસ.એસ. નિનામા,પીએસઆઇ આર.જી. ચૌધરી સહિત સ્ટાફે રામપુરા ચોકડીથી મહેસાણા તરફ સૂચિત નંબરના બાઇક પર ત્રણ સવારીમાં જઇ રહેલા પરપ્રાંતિયોને પકડી પૂછપરછ કરતાં 41 ચોરી કબૂલી હતી.  ગીલોલથી કારના કાચ ફોડી કે ગંદુ નાખી ચોરીને અંજામ આપતી મહારાષ્ટ્રીયન ટોળકીના 3 રીઢા ચોર મહેસાણા એલસીબીના હાથમાં આવતાં મહેસાણા જ નહીં ગુજરાતભરની 41 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે માત્ર બાઇકના નંબરને આધારે ઝડપેલા ચોરો પાસેથી મોબાઇલ, ગીલોલ, ચપ્પુ, લોખંડનો ખીલો, યુનિકોન બાઇક મળી કુલ રૂ. 97,950નો મુદ્દામાલ કબજે કરી ટોળકીના એક મહિલા સહિત 5 સાગરીતોને ઝડપી લેવા તજવીજ કરી છે.  મહેસાણા જિલ્લામાં શહેરમાં કોઝી રેસ્ટોરન્ટ, અવસર પાર્ટી પ્લોટ અને રાજકમલ પેટ્રોલપંપ પાસે તેમજ વિસનગર ગંજબજાર, ઊંઝા અને વોટરપાર્ક પાસે પાર્ક કરેલી કારના કાચ ફોડી 6 ચોરી તેમજ પાલનપુર, બાયડ, અમદાવાદ, કચ્છ, અંકલેશ્વર, વડોદરા મળી કુલ 41 ચોરીઓ કબૂલી હતી

Admin

Admin

9909969099
Right Click Disabled!