મેશ્વો ડેમમાંથી પાઇપલાઇન દ્વારા 29 તળાવો ભરાશે : સૌરભ પટેલ

મેશ્વો ડેમમાંથી પાઇપલાઇન દ્વારા 29 તળાવો ભરાશે : સૌરભ પટેલ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ,

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજરોજ શામળાજીમાં  ,શામળપુર,ગુણીયાકુવા,દાળમીલ પાસે ઉર્જા વિભાગના મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં .કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક  પ્રવચનમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગેની શુભેચ્છા આપતાં  જણાવ્યુ હતુ કે ૯ મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનુ કારણ  જળ,જંગલ, જમીન અને પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્તવ છે તેમણે આ પ્રસંગે મેશ્વો ડેમમાંથી પાઇપ લાઈન દ્વારા 29 તળાવો ભરવાની જાહેરાત કરી હતી.

વિજળીની બાબતમાં વાત કરતા મંત્રશ્રીએ ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે  અરવલ્લી જિલ્લાને નવા સબસ્ટેશનો મંજુર કર્યા એવુ જણાવ્યુ હતુ અરવલ્લી જિલ્લો આરોગ્ય સાચવવામાં પાછળ ન રહે તે માટે મોડાસા ખાતે  નવીન હોસ્પીટલ આપવાની પણ વાત કરી હતી  આ પ્રસંગે ભિલોડા-મેઘરજના ધારાસભ્યશ્રી ર્ડો. અનિલભાઇ જોષયારાએ આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીની શુભેચ્છા આપી આ દિવસ  કરવાનો હેતુ તથા આદિવાસીઓ પોતાના હકકોથી વાકેફ થાય અને બંધારણમાં આપેલા  હકકો મેળવી પોતાના સમાજમાંવિકાસ કરવા માટે સહભાગી થવા જણાવ્યુ  હતુ  તથા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી બીજા સમાજની હરોળમાં આવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આદિવાસી  સમાજના આગેવાનુ મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ તથા શૈક્ષણિક તથા રમત ગમત ક્ષેત્રે પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનુ સન્માન અને વન અધિકાર પત્ર, પશુપાલન, સખી મંડળ અને અગ્રણીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ આઇ.પી.એસ. અધિકારીશ્રી .પી.સી.બરંડા, મહિલા મોરચાના પ્રમુખશ્રી મતિ લીલાબેન મડિયા, હસમુખભાઇ મડિયા અને શ્રી રાજુભાઇ નિનામાએ આદિવાસીઓએ આઝાદીમાં આપેલા બલિદાન અને સમાજ માટે પ્રાણ આપનાર સમાજના આગેવાનોને યાદ કરી તેમની કામગીરીને બિરદાવીને પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજને તથા આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. હર્ષિત ગોસાવીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી મયુર પાટીલ, નાયબ વન સંરક્ષકશ્રી , જિલ્લા ભાજપા પ્રમુખશ્રી રણવીરસિંહ ડાભી, પ્રાયોજના વહીવટદારશ્રી , ભિલોડા તથા મેઘરજના તાલુકા પ્રમખશ્રીઓ,  પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ  તથા તાલુકાના આદિવાસી ભાઇઓ-બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!