સેદ્રાણાના મંગલ જીવન ટ્રસ્ટ ખાતે વૃદ્ધાશ્રમમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

સેદ્રાણાના મંગલ જીવન ટ્રસ્ટ ખાતે વૃદ્ધાશ્રમમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી
Spread the love

પાટણ,
પાટણ જિલ્લાના સેદ્રાણા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, દહેજ પ્રતિબંધક કચેરી તથા લીડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મંગલ જીવન ટ્રસ્ટ, સેદ્રાણા ખાતે ચાલતા વૃધ્ધાશ્રમમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશરે ૨૦ જેટલા વૃદ્ધો તથા સ્થાનિક સમુદાય મળી ૧૦૦ જેટલા લાભાર્થીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત સરકારશ્રીની સમાજ સુરક્ષા ખાતા હેઠળ ચાલતી પાલક માતા-પિતા યોજનાના બે લાભાર્થી દીકરા-દીકરીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે પાલક માતા-પિતા યોજનાની મંજુર સહાયના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિવાય પાટણ જિલ્લામાં ચાલતા વિવિધ વિભાગોની મહિલા કલ્યાણલક્ષી કામગીરીઓ તથા બાળ સુરક્ષા, ચાઈલ્ડ લાઈન વગેરે વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી.મહાનુભાવો દ્વારા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સખી વનસ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ મહિલાઓ માટે ચાલતી સેવાની માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા સંગઠનના પદાધિકારીશ્રીઓ, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી મધુબેન સેનમા, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યશ્રી સુષ્માબેન રાવલ,મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.વાય.મંડોરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કે.એ.પ્રજાપતિ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી રમીલાબેન રાઠોડ,લીડ બેંક મેનેજરશ્રી એમ.જે.પટેલ તથા અન્ય અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Admin

Admin

9909969099
Right Click Disabled!