વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડુતો ખુશખુશાલ

વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડુતો ખુશખુશાલ
Spread the love

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

– વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

વિરમગામ માંડલ દેત્રોજ સહિત સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે વિરમગામ શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. વિરમગામ,માંડલ શહેર સહિત નળકાંઠા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવાર રાત્રીએ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા,ગોલવાડી દરવાજા,કસ્ટમ ચાલી,જુની મીલ ફાટક પાસે ઠક્કરબાપા કોલોની,નાના પરકોટા,અક્ષરનગર સોસાયટી,શાક માર્કેટ સહિત અનેક જગ્યાઓએ ઢીંચણ સમા પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી  પાણી ભરાતા વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત ટીમ દ્વારા સર્વે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!