રોજર્સ કપમાં નડાલનો ઈવાન્સ સામે વિજય – નિશિકોરી-સિત્સિપાસ બહાર

રોજર્સ કપમાં નડાલનો ઈવાન્સ સામે વિજય – નિશિકોરી-સિત્સિપાસ બહાર
Spread the love

ન્યુ દિલ્હી,
ટોપ સીડ સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે રોજર્સ કપમાં વિજયી શુભારંભ કર્યો હતો. નડાલે મેન્સ સિંગલ્સની પ્રથમ મેચમાં બ્રિટનના ઈવાન્સ સામે સીધા સેટોમાં ૭-૬ (૮-૬), ૬-૪થી વિજય મેળવ્યો હતો. હવે રાઉન્ડ ઓફ ૧૬માં નડાલની ટક્કર આર્જેન્ટીનાના ગુલીર્મો પેલ્લા સામે થશે. જાકે રોજર્સ કપમાં અપસેટની હારમાળા સર્જાઈ હતી. ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટે પાંચમો સીડ ધરાવતા જાપાનના નિશિકોરીને ૬-૭ (૬-૮), ૬-૨, ૭-૬ (૭-૪)થી હરાવ્યો હતો. પોલેન્ડના હુર્બેર્ટ હર્કાઝે ૬-૪, ૩-૬, ૬-૩થી ગ્રીસના સિત્સિપાસને હરાવીને અપસેટ સર્જ્યો હતો. છઠ્ઠો સીડ ધરાવતા રશિયાના ખાચાનોવે ૬-૪, ૬-૭ (૩-૭), ૬-૨થી સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે વિજય મેળવ્યો હતો. કેનેડાનો અલીઅસિમ તેના જ દેશના ૧૭મો સીડ ધરાવતા રાઓનિક સામે ૬-૩, ૬-૨થી બરોબરી પર હતો, ત્યારે રાઓનિક ઈજાના કારણે ખસી ગયો હતો. ફ્રાન્સના મેન્નારિનોએ કેનેડાના રાઓનિક સામે ૬-૨, ૬-૧થી જીત હાંસલ કરી હતી. ચિલીના ક્રિસ્ટીન ગારિને અમેરિકાના ૧૨મો સીડ ધરાવતા જાન આઇસનરને ૬-૩, ૬-૪થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. બીજા સીડ ધરાવતા ઓÂસ્ટ્રયાના ડોમિનીક થિયમે કેનેડાના શાપોવાલોવ સામે ૬-૪, ૩-૬, ૬-૩થી જીત હાંસલ કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!