સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પોલીસ ચોપડે આરોપી અને હોટેલ એસો.ના સેક્રેટરી તુકારામના હસ્તે પ્રવાસન મંત્રીનું સ્વાગત થતા ચર્ચાનો વિષય

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પોલીસ ચોપડે આરોપી અને હોટેલ એસો.ના સેક્રેટરી તુકારામના હસ્તે પ્રવાસન મંત્રીનું સ્વાગત થતા ચર્ચાનો વિષય
Spread the love

રિપોર્ટર : વનરાજ પવાર

સાપુતારા ખાતે યોજાયેલા મોન્સુન ફેસ્ટિવલના   ઉદ્ઘાટન પ્રસંગે સાપુતારા હોટલ એસોસીએશન ના સેકેટરી અને લેકયુ હોટલના સંચાલક   તુકારામ કરડીલેની લેકયુ હોટલમાં થોડા દિવસ અગાઉ આરઆરસેલ ની ટીમે રેડ કરતા દારૂ ની બોટલો ઝડપી પાડીને સંચાલક  વિરૂદ્ધ સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધીને સંચાલક તુકારામને વોન્ટેડ જાહેર કર્યા બાદ આગોતરા જામીન પર છુટેલા તુકારામ કરડીલે મોન્સુન ફેસ્ટિવલ ના ઉદ્ધાટન પ્રસંગે મંચ પર રાજય નાં પ્રવાસન મંત્રીનું સ્વાગત કરતા નજરે ચઢતા સ્થાનિક લોકોમાં અનેક  તર્કવિતર્ક ઉઠવા પામ્યા  હતા.

 સાપુતારા પોલીસ સુત્રો પાસેથી  મળતી માહિતી મુજબ તા.24.03.2019 નાં રોજ  સુરત આર આર સેલ ની ટીમે સાપુતારા ખાતે આવેલી નામચીન હોટલ લેકયુ માં રોકતા પ્રવાસી ઓને ગેરકાયદેસર રીતે દારૂ પીરસાતો હોવાની બાતમી સુરત રેન્જ આઇ જીની આરઆર સેલની ટીમ ને મળી હતી જે બાતમીના આધારે રાત્રી ના બાર વાગ્યાનાં અરસામાં હોટલ એસોસીયનનાં સેકેટરી અને લેકયુ હોટલના સંચાલક તુકારામ કરડીલેની હોટલમાં અચાનક રેડ પાડી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં જુદા-જુદા રૂમોમાંથી રૂ.3720 દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને તે સાતે જીજ્ઞેશ ખેંમચંદ કડવા પટેલ રહે. વડોદરા,સચીન અર્જુન ગાઈડૈ રહે.ઔરગાબાદ મહારાષ્ટ્ર, વિજયસિંહ કમરૂસિંહ ઠાકોર રહે.પાલંદર ઔરગાબાદ,મહારાષ્ટ્ર, ગણેશ શંકર નરબટ રહે.મુંબઈ ,કૈયુર દિનેસ સંધવી રહે.મુંબઈ, પ્રતીક ગણેશ રહે.અમદાવાદ, તીમીર વજુભાઈ સરાડા રહે.રાજકોટ  સામે આરઆરસેલ ની ટીમ એ હોટલ માં ગેરકાયદેસર દારૂ રાખવા તેમજ દારૂ પિરસાતો હોવાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરીયાદ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોધાવવામાં આવી હતી.

સાપુતારા પોલીસે હોટલ સંચાલક અને હોટલ એસોસીયનનાં સેકેટરી તુકારામ કરડીલે આરોપી જાહેર કરી તેમને વોન્ટેડ કર્યા હતા જેમાં કોર્ટમાંથી તુકારામ કરડીલે આગોતરા જામીન લઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં હાલ સાપુતારા હોટલ એસોસીયનાં સેકેટરી અને પોલીસ ચોપડે આરોપી હોવાં છતાં પ્રવાસન વિભાગ દ્રારા તેઓને મંચ પર બેસાડવામાં આવ્યાં હતાં અને તેમનાં હસ્તે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ હોટલ એસોસીયનનાં સેકેરીનાં હોટલમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રૂમો માં પહોંચે છે વળી હોટલ માં અન્ય પણ ગેરકાયદે પ્રવૃતી થતી હોય તે પણ એક પોલીસ તંત્ર માટે તપાસ નો વિષય રહયો છે.

ગુજરાત સરકાર દ્વારા દારૂ ની બદી ને નાથવા માટે પોલીસ તંત્ર દ્વારા દારૂ બંધી નો કડક અમલ કરવા માં આવી રહયો છે તેમ છતા પણ સાપુતારા ખાતે રાજકીય વગ ધરાવતા હોટલ એશોશિએશન ના સેક્રેટરી અને સંચાલક તુકારામ કરડીલે ની હોટલ માં ખુલ્લે  હોટલ માં રોકાતા પ્રવાસી ઓને ગેરકાયદેસર દારૂ પીરસતાતો હોવાની ફરિયાદ ઉઠી હતી જે ફરીયાદ ને આધારે આરઆરસેલ ની ટીમે રેડ કરતા હોટલ માં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બહાર આવી હતી.

 સાપુતારા હોટલ એસોસીયનનાં સેકેટરી અને લેકયુ હોટલના માલીક સામે ગેરકાયદેસર દારૂ રાખવાના ગુનામાં ફરીયાદ નોધવામાં આવેલ હતી પણ જે ગુના અંગે ના અહેવાલ કોઈપણ દૈનીક છાપામાં પ્રસિધ્ધ ન થતા એ પણ એક તપાસ નો વિષય બન્યો છે.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!