હળવદમાં અનરાધાર વરસાદના પગલે તાલુકાના ગામોમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા

હળવદમાં અનરાધાર વરસાદના પગલે તાલુકાના ગામોમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા
Spread the love

ગત વર્ષે નહીંવત વરસાદ હતો જેથી કરીને ખેડૂતો ચોમાસુ પાક ખેડૂતો લઇ શક્યા નહોતા અને સરકાર દ્વારા હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતો આમ અંદર વરસાદ ન હોવાથી ખેડૂતોની હાલત ગત વર્ષ દરમિયાન કફોડી બની હતી જોકે આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે અને સ્થાનિક જળાશયો ભરાઇ ગયા છે ત્યારે હળવદના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં નુકશાન થયું ત્યારે તાલુકાના વિવિધ ગામોના આગેવાનો હળવદ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી અને વરસાદના પગલે ઉભાં પાકમાં થયેલા નુકસાન વિશે માહિતગાર કરી પાકવિમા તેમજ સહાય અંગે રજૂઆત કરી હતી.

પંથકમાં અવિરત વરસાદના પગલે તાલુકાના ગામોમાં ઊભાં પાકમાં પાણી ભરાઈ ગયા હોવાની રજુઆતો આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી જેમાં જણાવ્યું અનુસાર ગત વર્ષે ચોમાસુ નબળું સાબિત થતાં અમારી હાલત કફોડી જ હતી તેમાંય આ વર્ષે વધારે વરસાદ પડતાં કપાસ, તલ, ગુવાર સહિત પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક સંપૂર્ણ પણે નિષ્ફળ થાય તેવી સંભાવના ઉભી થઈ છે ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વ કરે અને તાલુકાના વિવિધ ગામોમાં થયેલા નુકસાન અંગે માહિતી મેળવી અને ખેડૂતોને પાકવિમો અને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામગઢ અને મયાપુર સહિતના ગામોના સરપંચ અને ખેડૂત આગેવાનો સાથે આજે મામલતદાર વી.કે સોલંકીને રજૂઆત કરી હતી.

હળવદ પંથકમાં અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે એકબાજુ ગત વર્ષે વરસાદ નહિવત પડતા ખેડૂતોને વર્ષ કાઢવું મુશ્કેલ બન્યું હતું ત્યારે આ વર્ષે વધારે વરસાદના પગલે ખેડુતોના ઉભાં પાકમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આજે તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતો સાથે મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી હળવદને સુકાઈ રહેલા પાક વિશે માહિતી આપી હતી અને સરકાર દ્વારા વહેલી તકે માહિતી મેળવી તેમજ પાકવિમો અને સહાય માટે રજૂઆત કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!