અંકલેશ્વર પોલીસે જુગારધામ પર દરોડો પાડી 7 શકુનિઓને ઝડપી લીધા

અંકલેશ્વર પોલીસે જુગારધામ પર દરોડો પાડી 7 શકુનિઓને ઝડપી લીધા
Spread the love

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નવો તરફથી જિલ્લામાં પ્રોહી/ જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ની બદી નેસ્તનાબૂદ કરવા ડ્રાઈવ આધારે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંકલેશ્વર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ધુળીયા નાઓની સૂચના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ રણછોડભાઈ નાઓને બાતમી મળેલ કે અંકલેશ્વરના ગડખોલ ગામના અયપ્પા મંદિરની સામેની ગલીમાં બની રહેલા નવા મકાનના પહેલા માળે દીપક માવજીભાઈ મનવર કેટલાક ઇસમોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને ચાર ફોન મળી કુલ ૩૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે દીપક માવજીભાઈ મનવર,યોગેશ મોહન પટેલ, મહેશ નટુભાઈ સોમેયા સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે જુગારી પોલીસના દરોડા દરમિયાન ફરાર થઇ ગયા હતા પોલીસે ઝડપાયેલા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા નાઓની સુચના મુજબ પો.સ.ઈ જે.પી. ચૌહાણ , એ.એસ.આઈ. ધર્મેશભાઈ ,  અ.હે.કો અમારસિંહભાઈ , અ.હે.કો અશ્વિનભાઈ, અ.પો.કો. નરેશભાઈ, અ.પો.કો રાકેશભાઈ અંકલેશ્વર શહેર પો.સ્ટે સ્ટાફનાઓ માણસો મારફતે કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!