કડીના રોડ, રસ્તા ખાડામાં ફેરવાયા

કડીના રોડ, રસ્તા ખાડામાં ફેરવાયા
Spread the love

કડીમાં થોડા દિવસ અગાઉ ૧૩ ઇંચ વરસાદ બાદ શહેરના વડવાળા હનુમાન,કડી થોડા રોડ ઉપર આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર ,શિવશક્તિ સોસાયટી, હાઇવે,નંદાસણ રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો માટે આ જગ્યાએ વાહન લઈને પસાર થવું ભારે મુશ્કેલીરૂપ બન્યું છે ઉલ્લેખનીય છે કે અંડરબ્રિજ તો બન્યો ત્યારથી જ પોતાની ગુણવત્તા વિહીન અને નબળી કામગીરીની ચાડી ખાય છે રાજ્ય સરકાર દ્વારા કરોડના ખર્ચે કડી શહેરમાં તૈયાર કરાયેલા વિવિધ રોડ રસ્તા અને અંડરબ્રિજ સહિતના મોટા વિકાસના કામો કેવા અને કેટલા સારા થયા છે તેની પોલ કડીમાં થોડા દિવસ અગાઉ કડીમાં ૧૩ઇંચ વરસાદે ખોલી નાખી છે કડી થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજ પર મસમોટા ખાડાઓ પડી જતાં રોડમાં ખાડાઓ છે કે પછી ખાડાઓ વાળો રોડ છે તે પણ સમજાતું નથી. કડી શહેરમાં ઘણી જગ્યાઓ પર ટુ-વ્હીલર તો ઠીક પરંતુ ફોર-વ્હીલના વાહન ચાલકોને પણ પોતાના વાહન સાથે નીકળવું મુશ્કેલ ભર્યું છે.કડી શહેરમાં આવેલા વડવાળા હનુમાનજીના મંદિરે અને થોળ રોડ ઉપર આવેલ કોરલ ફાર્માની બાજુમાં જાણે રોડ નથી તેવું સમજાય છે તેના કારણે કડીના શહેરીજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે

Admin

Admin

9909969099
Right Click Disabled!