અંબાજી ભાદરવી મહામેળાને લઇ એસ.ટી. તંત્ર સજ્જ

અંબાજી ભાદરવી મહામેળાને લઇ એસ.ટી. તંત્ર સજ્જ
Spread the love

દેશ વિશ્વ ના સૌથી મોટા પગપાળા મેળા ને લઇ ને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર ,ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ,તોલમાપ ખાતા અને એસટી વિભાગ સિવાય અન્ય વિવિધ વિભાગો 24 કલાક સતત 7 દિવસ સુધી મેળા નું સંચાલન કરે છે ત્યારે સૌથી વધુ જેની જવાબદારી છે તે એસટી વિભાગ આ વખતે પણ અંબાજી મહામેળા ને લઇ કુલ 1100 એસટી બસો દ્વારા માઈ ભક્તો ને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા આ વખતે કરશે.

8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ભાદરવી મહાકુંભ મા એસટી વિભાગ તરફથી માઈ ભક્તો ની સેવા માટે વિવિધ આગોતરા આયોજન કરાય છે ત્યારે આ વખતે એસટી ના 4 વિભાગો તરફથી [પાલનપુર ,હિંમતનગર ,અમદાવાદ અને મહેસાણા ] તરફથી વધારાની એસટી બસો નું સંચાલન કરવામાં આવે છે અને અંબાજી બસ સ્ટેન્ડનું કાયમી બસ સ્ટેન્ડ મેળા ના 7 દિવસ બંધ કરી જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉભુ કરી બસો નું સંચાલન કરવામાં આવે છે આ સિવાય દાંતા રોડ, કૈલાશ ટેકરી પાસે અને આબુરોડ માર્ગ પર હંગામી એસટી બસ પોઇન્ટ ચાલુ કરી ગુજરાત ના વિવિધ ગામો ના રૂટો નું આયોજન કરવામાં આવે છે આ સિવાય અંબાજીની મેળા માં 10 બુથો પણ એસટી વિભાગ દ્વારા આખા મેળા નું સંચાલન કરવામાં આવે છે

આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી અંબાજી મંદિર ની મીટીંગ હોલમાં એસ.ટી.ના વિવિધ અધિકારીઓ દ્વારા ભાદરવી મહામેળા ને લઈ જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરથી આવેલા સાયબો અને એસટી વિભાગના વિવિધ અધિકારીઓની હાજરીમાં આ મેળાના સાત દિવસ સુધી ચાલનારા આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે અંબાજી આવતા માઈભક્તોને કોઈ તકલીફ ન પડે અને વાહન વ્યવહાર ઝડપી ચાલે તેવા પ્રશ્નો ની ચર્ચા કરી હતી.

આ મેળામાં અંદાજે 250 સુપરવાઇઝર આવવાના છે આ સાથે ખાસ મહત્વની બાબત એ હતી કે  જે વિભાગ ના વિસ્તારની  ટ્રાફિક સમસ્યા હોય તે  વિભાગ જ આ પ્રશ્ન હલ કરશે, આ સિવાય બસ ના સંચાલનની જવાબદારી જેતે ઝોન કરશે. આ સાથે  અસલામતી અને અસગવડતા શિવાય માઈ ભક્તો ઝડપી રીતે પહોંચી શકે તેવું આયોજન એસટી વિભાગ આ વર્ષે કરશે, મેળામાં અકસ્માત જવાના કિસ્સામાં કોઈ વધારાનું વળતર એસ.ટી.વિભાગ આપશે નહીં.

આ સિવાય ડ્રાઈવરોને પણ સ્પીડ લીમીટ માં બસ ચલાવવા માટે આદેશ પણ અપાશે અને રૂટ વાઇજ ટ્રાફિક વ્યવસ્થા તે તે વિભાગ મોનીટરીંગ કરશે, આ વખતે એસટી વિભાગ પ્રથમ વખત જીપીએસ સિસ્ટમ નો ઉપયોગ કરશે, આવનારા દિવસોમાં વરસાદ આવે તો પણ એસટીની કામગીરી ચાલુ રહેશે બસ ઉપર કોઈપણ મુસાફરોને બેસાડવામાં આવશે નહીં જગ્યા જગ્યા એસટી વિભાગની ટીમો ચેકિંગ વિવિધ પોઇન્ટ ઓની ચકાસણી કરશે, આ મીટિંગ મા જનરલ મેનેજર કે એન સરવે સાહેબ, ડી સી બનાસકાંઠા જે એચ સોલંકી, ડીટીઓ જે બી કરોતરા સાથે  તમામ ડેપો મેનેજર  અને તમામ  શાખા અધિકારી હાજર રહ્યા હતા.

Amit Patel

Amit Patel

Right Click Disabled!