દારૂનાં નશામાં ઓડી ચાલકે બાઇક, રિક્ષા અને કારને અડફેટે લેતા ૧નું મોત

દારૂનાં નશામાં ઓડી ચાલકે બાઇક, રિક્ષા અને કારને અડફેટે લેતા ૧નું મોત
Spread the love

સુરત,

સુરત શહેરનાં ડુમસ રોડ પર મગદલ્લા બંદર ત્રણ રસ્તા પાસે રવિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઓડી કારના ચાલકે દારૂનાં નશામાં ઇકો કાર, બાઇક અને રિક્ષાચાલકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જયારે રિક્ષા ચાલકની હાલત ગંભીર છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર ચાલકનું નામ સાગર પ્રવિણ શિંગાળા છે. તેની ઉંમર ૨૪ વર્ષ છે. આરોપી મોટાવરાછા લજામણી ચોક ગોપીનાથ નગરમાં બી-૧૨માં રહે છે. સાગરની મોટા વરાછામાં મોબાઇલની દુકાન છે. ૩૧મી તારીખે સાગર ફિયાન્સી અને અન્ય એક મિત્રની સાથે ડુમસ ચોપાટી ફરવા આવ્યો હતો. જેમાં તેણે ચાલુ કારે દારૂનો નશો કર્યો હતો. કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ પણ મળી આવ્યો હતો.

આ દરમિયાન રોડની સાઇડ પર બાઇક પાર્ક કરી મોબાઇલ પર જીતેન્દ્ર શંકરલાલ માલી (રહે, મુંબઈ, મૂળ બાડમેર, રાજસ્થાન) વાત કરી રહયો હતો. તે વખતે ઓડીકારના ચાલકે બાઇકને અથાડી જીતેન્દ્‌નના માથા પરથી કાર ચઢાવી દીધી હતી. જે બાદ તે ભાગવા જતો હતો તે દરમિયાન આગળ ઉભેલા રિક્ષાચાલક સુનિલ ભલા આહીરને અડફટે લઈ બંધ પડેલી રિક્ષાને ટક્કર મારી દેતા રિક્ષા હવામાં ફગોળાઇને ઈકો કાર સાથે અથડાઇ હતી.

અકસ્માત બાદ રિક્ષાચાલક સુનિલને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુન્સમાં હોÂસ્પટલમાં લઈ જવાયો હતો. ડુમસ પોલીસે રિક્ષાચાલક અનિલ અલતરીની ફરિયાદ લઈને ઓડીકારના ચાલક સાગર શિંગાળા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ ઓડી કાર કબજે કરી લીધી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!