બાલવા હાઈસ્કૂલ ખાતે કલોલ તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

બાલવા હાઈસ્કૂલ ખાતે કલોલ તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
Spread the love
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (G.C.E.R.T.) ,  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી , ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, બાલવા ખાતે સુન્દરમ્ શાળા વિકાસ સંકુલનું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૯-૨૦ યોજાઈ ગયું. કલોલ તાલુકાની ૪૫ થી પણ વધુ શાળાઓની કુલ ૬૮ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ટકાઉ કૃષિ પદ્ધતિ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંસાધન અને વ્યવસ્થાપન, ઔદ્યોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન અને શૈક્ષણિક રમતો-ગાણિતીક નમૂના નિર્માણ જેવા વિષયોને સ્પર્શતા વિવિધ પ્રયોગો-નિદર્શનો-પ્રદર્શનો-મોડેલ્સ-ચાર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
સમાજજીવનમાં વૈજ્ઞાનિક અભિગમ પ્રસરે, અંધશ્રદ્ધાઓ-વહેમો દૂર થાય અને વિજ્ઞાનસભર દ્રષ્ટિ કેળવાય તેવા શુભાશયથી આયોજિત સદર વિજ્ઞાન-ગણિત પ્રદશનમાં  ઉદઘાટક  તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય આઈ. વી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વાઢેર, અતિથિ વિશેષ તરીકે સર્વેશ્રી ભરતભાઈ ચૌધરી (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સદસ્ય ભરત ચૌધરી) ભરતદાન ગઢવી (શિક્ષણ નિરીક્ષક), દિનેશભાઈ પટેલ (પ્રાધ્યાપકશ્રી, જિ. શિ. તા. ભવન), હંસાબેન તાવીયાડ (પ્રાધ્યાપકશ્રી, જિ. શિ. તા. ભવન) જયેશભાઈ ચૌધરી (ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્યશ્રી) ની અભિપ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, માર્ગદર્શક સારસ્વતશ્રીઓ અને બાળ વૈજ્ઞાનિક એવા અધ્યેતા ભાઈ-બહેનો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોજા હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિના અભિપ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ “ECO-FRIENDLY EDIBLE WATER BUBBLES” કૃતિએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાંર યજમાન શાળાના આચાર્યશ્રી પ્રહલાદભાઈ ચૌધરી અને સારસ્વત મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, સુચારુ, સુવ્યવસ્થિત, સરાહનીય, રોમાંચક, રસપ્રદ, પ્રભાવી, પ્રોત્સાહક, પ્રેરણાદાયી, પ્રશંસનીય, અભિપ્રેરક, આવકાર્ય, અનુકરણીય બની રહ્યો હતો એમ એક અખબારી યાદીમાં રાકેશ પ્રજાપતિ “રાહી” જણાવે છે.
Admin

Admin

9909969099
Right Click Disabled!