ચાઇલ્ડ લાઇન-૨૦૧૯ દ્વારા યોજાઇ એક દિવસીય તાલીમ શિબિર

ચાઇલ્ડ લાઇન-૨૦૧૯ દ્વારા યોજાઇ એક દિવસીય તાલીમ શિબિર
Spread the love

રાજપીપલા,
નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથકે સૂર્ય દરવાજા પાસે ચાઇલ્ડ લાઇન-૨૦૧૯ દ્વારા એક દિવસીય તાલીમ શિબિર યોજાઇ હતી., જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ-કમ-પ્રોબેશન ઓફિસર શ્રી રીટાબેન પટેલ દ્વારા ચાઇલ્ડ લાઇનના નિયુકત થયેલ તમામ નવા કર્મચારીઓને જીવન જીવવાનો, શિક્ષણ મેળવવાનો અને શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર જેવા બાળ અધિકારો વિશે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન પુરૂં પડાયું હતું.
આ તાલીમ શિબિરમાં બાળકોને લગતા કાયદાઓ જેવા કે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫, જાતીય શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિનિયમ (પોકસો) એકટ-૨૦૧૨, બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ તેમજ બાળ સુરક્ષા વિભાગની પાલક માતાપિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, આફટર કેર યોજના, ફોસ્ટર કેર યોજના વગેરે જેવી યોજનાઓ અંગે પણ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!