કેન્દ્રીય રાજયકક્ષા મંત્રી કિરણ રિજિજુએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય રાજયકક્ષા મંત્રી કિરણ રિજિજુએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
Spread the love

અમદાવાદ,
રાજ્યના ખેલ મહાકુંભ ૨૦૧૯ની સંસ્કારધામ બોપલથી પ્રારંભ કરાવાયો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ અને કેન્દ્રીય રાજયમંત્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી કિરણ રિજિજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.

બોપલમાં આવેલી સંસ્કારધામ સ્પોટ્‌ર્સ એકેડેમીનો રવિવારથી પ્રારંભ થયો છે. આ ઉપરાંત ફિટ ઈન્ડિયા મુવમેન્ટ સાથે ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદ, ઓલમ્પિક બોક્સર એમ.સી મેરિકોમ તેમજ ઈન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ દીપા મલિક અને ગગન નારગ જેવા રમતવીરોનું સન્માન કરાયું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્પોટ્‌ર્સ એકેડેમીનો શુભારંભ કરાવ્યો. કેન્દ્રીય રાજ્યકક્ષા રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સમગ્ર દેશના રાજ્યોના સ્પોટ્‌ર્સ મંત્રીઓની કોંફરન્સ કેવડીયામાં રાખવા માટે મેં પ્રસ્તાવ મૂક્યો છે. ૪૦ ટકા બીમારી અનફિટ રહેવાથી થાય છે. આવનારા દિવસોમાં નવી ખેલ નીતિ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે રાજ્યભરમાંથી ચાલુ વર્ષે ૪૬ લાખથી વધુ રમતવીરોએ અલગ અલગ રમતો માટે નોંધણી કરાવી છે. જેમાં વિદ્યાર્થીઓથી લઈ ૬૦ વર્ષ સુધીના રમતવીરો ભાગ લેશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!