વડાલી નજીકથી ૭૦,૮૦૦નો દારૂ સહિત ચાર ઈસમોને ઝડપી પાડતી સાબરકાંઠા LCB

વડાલી નજીકથી ૭૦,૮૦૦નો દારૂ સહિત ચાર ઈસમોને ઝડપી પાડતી સાબરકાંઠા LCB
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા જીલ્લાના વડાલી પો.સ્ટે. વિસ્તારમાં વેટલાચુલ્લા પાટીયા પાસે રોડ ઉપર ઇગ્લીશદારૂ/બીયરની પેટીઓ નંગ-૧૮ બોટલ/ટીન નંગ-૬૬૦ કિ.રૂ. ૭૦,૮૦૦ તથા એક મોબાઇલ તથા વાહન એકસેન્ટ ગાડી મળી કુલ કિ.રૂ.૩,૭૧,૩૦૦  નો મુદ્દામાલ ઝબ્બે કરતી એલ.સી.બી.સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી અંગેની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે માટે ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાએ ગેરકાયદેસર ઇગ્લીશદારૂ પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા કરેલ સુચના આધારે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી એ આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. એ પો.સ.ઇ શ્રી બી.યુ.મુરીમા તથા પો.કો. વિરેન્દ્રસિંહ તથા પો.કો નિરીલકુમાર તથા પો.કો. દિલીપસિંહ તથા પો.કો. ચંદ્રસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફ ના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી અસરકારક બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા બાતમીદારો રોકેલ દરમ્યાન બાતમીદારથી રાજસ્થાન તરફથી વિજયનગર થઇ ઇડર હાઇવે રોડ થઇ ઉપર એક લાઇટ બ્લ્યુ કલરની એકસેન્ટ ગાડી નંબર પ્લેટ વગરનીમાં ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા (૧) શંકર ડાલચંદ ડાંગી રહે.કાનપુર, માદડી તા.ગીરવા જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) જયંતી મુળચંદ રોત રહે. રાજા તળાવ, કાકરાદરા, તા.જી.ડુંગરપુર રાજસ્થાન વાળાઓને ઇગ્લીશદારૂ/ બીયરની પેટીઓ નંગ-૧૮ મળી કુલ બોટલ/ટીન નંગ-૬૬૦ કિ.રૂ.૭૦,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૩,૭૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે  વેટલા ચુલ્લા પાટીયા રોડ ઉપરથી પકડી પાડી વડાલી પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરાવી વડાલી પો.સ્ટે. ખાતે સોપી આગળની તપાસ એલ.સી.બી. પી.આઈ. વી.આર.ચાવડા  કરી રહેલ છે અને અન્ય સંડોવાયેલ સહ આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!