ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમની લીધેલી મુલાકાત

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમની લીધેલી મુલાકાત
Spread the love

રાજપીપલા,

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના અધ્યક્ષ વલ્લભભાઇ કાકડીયાના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્યો શશીકાંતભાઇ પંડયા, રાજેશભાઇ ગોહીલ,  ભીખાભાઇ બારૈયા,  ભરતભાઇ પટેલ સહિતના સભ્યોની ખાતરી સમિતિએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ભૂગર્ભ જળ વિધુત મથક અને ઝરવાણીની મુલાકાત લીધી હતી.

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના અધ્યક્ષશ્રી વલ્લ્ભભાઇ કાકડીયાના વડપણ હેઠળની આ સમિતિ સાથે નાયબ સચિવ શ્રીમતી ઉર્મિલાબેન ચૌધરી અને અન્ય સ્ટાફગણ પણ સાથે જોડાયા હતાં. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજને ગરાસીયા અને કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજર પણ આ મુલાકાતમાં સાથે રહીને સમિતિને જે તે સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી માહિતગાર કર્યા હતાં.

વલ્લ્ભભાઇ કાકડીયાની વડપણ હેઠળની ખાતરી સમિતિએ આજે સવારે સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિવિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદયસ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં સતત થઇ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઇ રહેલા આઉટફલોનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

ત્યારબાદ આ સમિતિના સભ્યએ નર્મદા ડેમની પણ મુલાકાત લઇ આજે બપોરના  નર્મદા ડેમની વધી રહેલી અને ૧૩૬.૯૨ મીટરની ઐતિહાસિક સપાટીના જળસ્તરનું પણ નિરીક્ષણ કર્યું હતું. નર્મદા ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર એ.વી. ગજ્જરે ડેમને લગતી વિસ્તૃત તકનિકી જાણકારી પણ આપી હતી. ભૂગર્ભ જળવિદ્યુત મથકની લીધેલી મુલાકાત દરમિયાન ૨૦૦ મેગાવોટના ૬ યુનિટ દ્વારા થઇ રહેલા વિજ ઉત્પાદન અને તેના વિતરણ વ્યવસ્થા વગેરે અંગે પણ વિજ ઇજનેરો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ સમિતિએ ઝરવાણીની મુલાકાત લઇ  ઝરવાણી અને ઘીરખાડી ખાતેનો પ્રાકૃતિક ધોધ પણ નિહાળ્યો હતો.

રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!