આહવા જુની નર્સિંગ હોસ્ટેલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ

આહવા જુની નર્સિંગ હોસ્ટેલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ
Spread the love

આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સિવિલ હોસ્પિટલ ની સામે જુની નર્સિંગ હોસ્ટેલમાં તા.૧૨/૯/૨૦૧૯ ના રોજ ડાંગ જિલ્લાનું ‛સખી વન સ્ટોપ સેન્ટર’ શરૂ કરાયુ હતું.

દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી ડાંગ જિલ્લાનું આહવા ખાતેના આ સેન્ટર પર મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ‛સખી વન સ્ટોપ સેન્ટર’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં પિડિત મહિલાઓ,યુવતિઓ તેમજ સ્ત્રીઓને કાયદાકીય સહાય,પોલીસ સહાય,તબીબી સહાય મળી રહેશે. શારિરીક હિંસા,જાતિય હિંસા,મહિલાઓનો અનૈતિક વ્યાપાર,૧૮૧ અભયમ,મહિલા હેલ્પ લાઈન તેમજ સામાજીક સમસ્યાઓમાં માર્ગદર્શન અપાશે. હંગામી ધોરણે આશ્રય તેમજ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી,કાયદાકીય,મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એક છત્ર હેઠળ ૨૪ કલાક પુરી પાડવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!