સાબરકાંઠા કલેક્ટર પ્રવિણા ડી.કે કાલીકાંકર અને ઝીંઝણાટ ગામોની મુલાકાતે

સાબરકાંઠા કલેક્ટર પ્રવિણા ડી.કે કાલીકાંકર અને ઝીંઝણાટ ગામોની મુલાકાતે
Spread the love

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના સરહદી અને અંતરિયાળ ગામ કાલીકાંકર અને ઝીંઝણાટની કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે એ સામાન્ય દફતર ચકાસણી દરમિયાન ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.

આ મુલાકત વખતે કલેક્ટરશ્રી દ્રારા ગ્રામપંચાયત ભવન અને સામાન્ય દફતર ચકાસણી દરમિયાન ગામમાં ચાલતા વિકાસ કાર્યોની માહિતી લઈ પ્રજાલક્ષી કામગીરીમાં વધુ ઝડપ અને ચોકસાઇ આવે તે માટે હાજર અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બને તથા આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સુચનો પણ જિલ્લા સમાહર્તાએ કર્યા હતા. ગામમાં સ્વચ્છતાનુ પણ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકત દરમિયાન પોશીના તાલુકાના અમલીકરણ આધિકારીઓ હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!