નેત્રંગ તાલુકામાં જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅના કોઇ ઠેકાણા નથી

નેત્રંગ તાલુકામાં જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅના કોઇ ઠેકાણા નથી
Spread the love
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ગ્રા.પંચાયતને મળેલ ગ્રાન્ટ સહિત ચાલતા વિકાસના કામોની માહિતી ફરજીયાત ગ્રા.પંચાયતના સતાધીશોએ બોડૅ ઉપર દશૉવવામાં આવે છે
  • સામાન્ય લોકોને પણ ગ્રા.પંચાયતના વહીવટીની સાચી હકીકત માલુમ હોવી જોઇએ,પરંતુ ગ્રા.પંચાયત ચાલતી ગોબાચારીના કારણે બોડૅ ઘુળ ખાઇ રહ્યા છે
  • નેત્રંગ તાલુકામાં જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅના કોઇ ઠેકાણા નહીં હોવાથી જનઆક્રોશ જણાઈ રહ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ધ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦ની જન્મજયંતીની ઉજવણી અને મિશન અંત્યોદય મુજબ ગામમાં ખુટતી સુવિધાઓ પરિપુણૅ કરવામાં માટે એક કાયૅપધ્ધતિની શરૂઆત કરવામાં આવી છે,જેમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાભરની તમામ ગ્રા.પંચાયતમાં સરકારીતંત્ર ધ્વારા જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅ આપવામાં આવ્યા છે,અને ગ્રા.પંચાયત કચેરીની બહાર બોડૅ લગાવવાની સુચનાઓ પણ આપવામાં આવી છે,જેમા નેત્રંગ તાલુકાભરની ગ્રા.પંચાયત કચેરીની બહાર લગાવવામાં આવેલા જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅ ઉપર ગામના સરપંચ,ઉપસરપંચ,સભ્યોની યાદી,ગામની જાતિગત વસ્તીની આંકડાકીય માહિતી દશૉવવામાં આવેલી છે.

જેમાં મુખ્યત્વે જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ગ્રા.પંચાયતને એટીવીટી,આયોજન મંડળ,ગુજરાત પેટનૅ,ધારાસભ્ય સહિત સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ ગામની ભૌતિક અને માળખાકીય સુવિધાઓ સજ્જ કરવા માટે ફાળવવામાં આવી છે તેની આંકડાકીય માહિતી દશૉવવાની હોય છે,તેમજ મળેલ ગ્રાન્ટમાંથી ગામમાં રોડ-રસ્તા,ઘરદીઠ શૌચાલયનું નિમૉણ,બોર-મોટર સહિત ગામમાં ચાલતા વિકારના કામની તમામ પ્રકારની માહિતી પણ બોડૅ ઉપર દશૉવવામાં આવે છે,જેથી ગામમાં વસવાટ કરતા સામાન્ય લોકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળેલ આથિૅક સહાય અને ગ્રા.પંચાયતમાં ચાલતા વહીવટીની આસાનીથી માહિતી મળી શકે અને ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી શકાય તે માટે જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅ થકી એક આગવી કાયૅપધ્ધતિની શરૂઆત કરવામાં આવતા ગરીબ પ્રજામાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

જેમાં નેત્રંગ તાલુકામાં જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅના કોઇ ઠેકાણા જણાઇ રહ્યા નથી,જેમાં ગ્રા.પંચાયતના સતાધીશો ધ્વારા ગ્રા.પંચાયત કચેરીની બહાર જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅને શોભાના ગાઠીયાને જેમ મુકી દેવામાં આવ્યા છે,અને કેટલીક ગ્રા.પંચાયતોમાં બોડૅ પણ લગાવવા આવ્યા નથી,જેમાં બોડૅ ઉપર પ્રારંભના તબકકે જ દશૉવવામાં આવેલ માહિતીમાં કોઇપણ પ્રકારનો સુધારો-વધારો કરવામાં પણ આવ્યો નથી,તેવા સંજોગોમાં ગ્રા.પંચાયતમાં ચાલતા વહીવટીની સામાન્ય લોકોને ખબર પડી રહી નથી,અને ભ્રષ્ટાચાર આચનાર સતાધીશોને છુટોદોર મળી રહેતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે,જેથી આગામી સમયમાં સરકારીતંત્ર ધ્વારા નેત્રંગ તાલુકાભરની તમામ ગ્રા.પંચાયતમાં જાહેર માહિતી ઇન્ફર્મેશન બોડૅ સુવ્યવસ્થિત ઢબે લગાવવામાં આવે અને જરૂરી માહિતી સમયાંતરે દશૉવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

 

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!