ઝગડીયા GIDCની હિન્દુસ્તાન કોપર લિ.માંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે ૭ આરોપીઓ ઝડપાયા

ઝગડીયા GIDCની  હિન્દુસ્તાન કોપર લિ.માંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે ૭ આરોપીઓ ઝડપાયા
Spread the love
  • ઝગડીયા જી.આઇ.ડી.સી. ની  હિન્દુસ્તાન કોપર લિમિટેડ કંપનીમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે ૭ આરોપીઓ ઝડપાયા
  • રાજપારડી પોલીસ વાહન ચેકિંગમા હતી તે દરમિયાન એક વાનમાં ચોરીનો મુદ્દામાલ લઇ જતાં ૪ આરોપીઓ ઝડપાયા હતા
  • આગળની તપાસ ઝઘડિયા પોલીસને સોંપતા આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા ૨ સિક્યોરિટી ગાર્ડ સહિત વધુ ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી

 ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભારત સરકારના અંડર ટેકીંગમાં ચાલતો પ્લાન્ટ છે. આ કંપનીમાં કોપરના કેથોડ બને છે. હિન્દુસ્તાન કોપરમાં અવારનવાર ચોરી ની ઘટનાઓ બનતી રહે છે. ગતરોજ  કંપનીના મેનેજર નીતિન તીયા એ કંપનીના પ્લાન્ટમાંથી નવ નંગ કોપરના હુક જેની કિંમત ૬૧,૨૦૦ ચોરી થયાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. તયારે ગતરોજ રાજપારડી પોલીસે એક મારૂતીવાન કોપર સાથે ૧,૪૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી હતી અને ચાર ઈસમો મિતેષ વસાવા, નિલેશ વસાવા, સંજય વસાવા, સંદીપ વસાવા, તમામ રહે. મોરણ તા. ઝઘડિયાની અટકાયત કરી હતી.

રાજપારડી પોલીસે ચારેય આરોપી સહીત મુદ્દામાલ ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો. ઝઘડિયા પોલીસે રાજપારડી પોલીસે ધરપકડ કરેલ ચારેય આરોપીઓની પૂછપરછ હાથ ધરેલ ત્યાર બાદ વધુ બે કંપની સિક્યુરિટી સહિત ત્રણ  આરોપીઓને ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે હિન્દુસ્તાન કોપરના સેક્યુરિટીગાર્ડ નરેશ તન્વર, આસિફઅલી ,તથા મોરણ ગામના વધુ એક સગીર વયના આરોપીની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે વધુ ત્રણ આરોપીઓ ની સધન પૂછપરછ બાદ કોપર ચોરીમાં વધુ છ જેટલા ઈસમો સંડોવાયેલા હોવાની આશંકા સેવી રહી છે.

કોપર ચોરી ઘટનામાં રાજપારડી અને ઝઘડિયા પોલીસે મળી (૧) મિતેષ સુરેશ વસાવા (૨) નિલેશ રમણ વસાવા (૩) સંદીપ કિરણ વસાવા (૪) સંજય મનસુખ વસાવા  (૫) એક સગીર યુવક  તમામ રહેવાસી મોરણ તા.ઝઘડિયા તથા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા બે  (૬) નરેશ મહેન્દ્રસિંગ તન્વર (૭) આસિફ અલી ની ધરપકડ કરી છે. આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા પકડવામાં આવેલા ૩ ઈસમો સહિત કુલ ૭ આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!