રાજપીપલા ખાતે પ્રેસ ક્લબ નર્મદા, આયોજિત સતત આઠમો ત્રિદિવસીય શેરી ગરબા મહોત્સવ

રાજપીપલા ખાતે પ્રેસ ક્લબ નર્મદા, આયોજિત સતત આઠમો ત્રિદિવસીય શેરી ગરબા મહોત્સવ
Spread the love
  • બેસ્ટ શેરી ગરબા હરીફાઈ, બેસ્ટ શેરી શણગાર હરીફાઈ અને સ્વચ્છ શેરી હરીફાઈનો થયો પ્રારંભ
  • રાજનગર રો હાઉસ સોસાયટીએ વડાપ્રધાન નરેન્દ્રમોદી ના સ્વચ્છતા અભિયાન ના અંતર્ગત સ્વચ્છ શેરીઅને સ્વચ્છતા ના સૂત્રો સાથે શેરી મા અનોખુ સ્વચ્છતા અભિયાન આદર્યુ
  • 8 વર્ષથી અસલી શેરી ગરબા ને જીવંત રાખવાનો સ્તૂત્ય પ્રયાસ સરાહનીય – સાંસદમનસુખવસાવા
  • સ્વ. રત્નસિંહ મહિડા સાહેબે રાજપીપલા મા શરૂ કરેલા શેરી ગરબા પ્રેસ ક્લબ ના માધ્યમ થી પુનર્જીવિત થયા – ધારાસભ્ય વસાવા

પ્રેસ ક્લબ નર્મદા,  રાજપીપલા આયોજિતઅને સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ પ્રયોજિત અને સ્વ.રત્નસિંહ મહિડા સાહેબના સ્મરણાર્થે   સતત આઠમા વરસે શેરી ગરબા મહોત્સવનુ આયોજન કરાયુ હતુ  .સંસ્કાર નગરી રાજપીપલા મા વર્ષો પહેલા રમાતા અસલી શેરી ગરબાઓ વર્ષોથી બંધ થઇ જતા અસલી શેરી ગરબા ની સંસ્કૃતી ને જીવંત રાખવા એક માત્ર પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા દ્વારા ચાલુ વર્ષે સતત આઠમા વર્ષેત્રિદિવસીય  શેરી ગરબા હરીફાઈ નુ આયોજન રાજનગર રો હાઉસ સોસાયટીની શેરી મા કરવા મા આવ્યુ હતુ

જેનુ ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને મહાનુભાવોએ કર્યુ હતુ .જેમા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવા , નર્મદા સુગર અને દૂધધારાડેરી ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગિષાબેન ભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય અલ્કેશભાઈ ગોહિલ, ભરતભાઈ વસાવા, પાલિકા સદસ્ય મહેશ વસાવા, ભારતીબેન વસાવા, કિંજલ તડવી, કુંવરપરા ગામના સરપંચ નિરંજનભાઈ વસાવા, ખરીદવેચાણ સંઘ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ભાજપા પ્રમુખ રમણસિંહ રાઠોડ , શહેર મહામંત્રી કમલેશ પટેલ , બાલ આયોગના સદસ્યા ભારતીબેન તડવી, નાગરિક બેન્કના ડિરેક્ટર વીરસિંગભાઈ તડવી, રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ એનબી મહિડા સહિત મહાનુભવો ખાસ ઉપસ્થિત રહી પ્રેસ ક્લબની પ્રવૃતિને બિરદાવી હતી. નવલી નોરતા ના પ્રથમ દિવસે સમૂહમા માતાજી ની મહા આરતીથી શેરી ગરબા હરીફાઈ નો પ્રારંભ થયો હતો.

સાંસદ મનસુખવસાવાએ શેરી ગરબાની મહત્તા સ્વીકારતા જણાવ્યુ હતુ કે આજના લખલૂંટ ખર્ચે અને મોટા ધ્વનિ પ્રદૂષણ રેલાવતા ડીજે નાતાલે  મોડી રાતસુધી રમતા ગરબા સંસ્કૃતિ સામે શેરીઓ મા રમતા અસલી શેરી ગરબા જ સાચા ગરબા હોઈ માતાજી ની આરાધના સાથે રાજપીપલા ની શેરીઓ મા સતત આઠ વર્ષથી રમતા શેરીઓ મા શેરી ગરબાને જીવંત કરવાનુ કામ જે રિતી પ્રેસ ક્લબ કરી રહી તેને મનસુખભાઈ એ બિરદાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છતા અભિયાન ને સ્વચ્છ શેરી હરીફાઈ મા સામેલ કરતા રાજનગર ની સ્વચ્છ શેરી ને સ્વચ્છતા ના થીમ સાથે સ્વચ્છતા ના મંદીર બનાવતા સ્વચ્છ શેરી ના કોન્સેપ્ટ ને પણ બિરદાવ્યો હતો.

જ્યારે નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવાએ રાજપીપલા મા વર્ષો પહેલા સ્વ.રત્નસિંહ મહિડાએ સૌ પ્રથમ શરૂ કરેલા શેરી ગરબાની યાદ અપાવી પ્રેસ ક્લબે સતત આઠ બ્રશ થઇ શેરી ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરી ખોવાઈ ગયેલા, લૂપ્ત થઇ ગયેલા શેરી ગરબાને પુનર્જીવિત કરવા બદલ પ્રેસ ક્લબની પ્રવ્રૂતિ ને બિરદાવી હતી .અને જ્યા સ્વચ્છતા ત્યા પ્રભુતાએમ જણાવી સુંદર સ્વચ્છ શેરી સજાવવા બદલ રાજનગર શેરી ને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમૂખા દીપક જગતાપે આઠ વર્ષ ની પ્રેસ ક્લબ ની પ્રવ્રુત્તીનો ખ્યાલ આપી પ્રેસ ક્લબ દ્વારા દર વર્ષે યોજતા ગણેશ મહોત્સવ , તાજીયા હરીફાઈ શેરી ગરબા અને રાસ ગરબા મહોત્સવનો ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મેલવનાર પ્રાથમિક શિક્ષક કલમભાઈ વસાવાનું પ્રેસ ક્લબ નર્મદા દ્વારા સન્માનપત્ર આપી શાલ ઓઢાડી જાહેર સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રથમ દિવસે રાજનગર સોસાયટી અને કેવડીયા કોલોની ભગીની સમાજ મહિલા મંડલ એ ભાગ લીધો હતો આશાપુરા મંડલએ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે પ્રેસ ક્લબના પ્રમૂખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ, ખજાનચી જયેશ ગાંધી,  ઓડિટર જ્યોતિ જગતાપ, સદસ્યો યોગેશ વસાવા, વિપુલ ડાંગી, ઐયાઝ આરબ, સંજય સોની, અરબાઝ આરબ, ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફલ બનાવ્યો હતો. નિર્ણાયક તરીકે દક્ષાબેન પટેલ, મનહરબેન મહેતા અને મનીષા બ્રહ્મભટ્ટ એ સેવા આપી હતી.

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ , રાજપીપલા

Admin

Admin

9909969099
Right Click Disabled!