અંકલેશ્વરની જય શ્રી એરોમેટિક કંપનીમાં ચોરની હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરની જય શ્રી એરોમેટિક કંપનીમાં ચોરની હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ
Spread the love
ત્રણ આરોપીઓ સામે હત્યા તેમજ એક્ટ્રોસિટી એકટ હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ  જય શ્રી એરોમેટિક કંપનીમાં ચોરી કરવા માટે આવેલા ચોરને માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં જીઆઇડીસી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જય શ્રી એરોમેટિક કંપનીમાં ભંગારની ચોરી અર્થે આવેલા નેત્રંગ તાલુકાના ઝરણાં ગામના 29 વર્ષીય નરેશ શુક્લભાઈ વસાવાને કંપનીનાં કર્મચારીઓ તેમજ સિક્યુરિટી એ ઝડપી લેતા તેની પુછપરછ કરી હતી  જોકે તે યોગ્ય જવાબ નહિં આપતા ચોરને રસ્સીથી બાંધીને લાકડી તેમજ પાઇપ થી માર માર્યો હતો. જેના કારણે ઈજાગ્રસ્ત નરેશ વસાવાને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં નરેશ વસાવાનું મોત નીપજ્યું હતુ. આ ઘટના અંગે મૃતક નરેશ નાં પિતા શુક્લ વસાવાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી  જેના આધારે પોલીસે હત્યા તેમજ એક્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંઘીને કંપનીનાં કર્મચારી ઓ હિરેન પરસોત્તમભાઈ ભુવા, દીપેન ચંદુભાઈ પટેલ તેમજ બીટુ ઉત્તમભાઈ પાસવાન ની ધરપકડ કરીને આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!