અંડર-૧૭ ફૂટબોલ સ્પર્ધા પાટણ અને હિંમતનગરની ટીમ વચ્ચે ફાઇનલ – પાટણ વિજેતા બન્યું

અંડર-૧૭ ફૂટબોલ સ્પર્ધા પાટણ અને હિંમતનગરની ટીમ વચ્ચે ફાઇનલ – પાટણ વિજેતા બન્યું
Spread the love

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધીકારીની કચેરી, સાબરકાંઠા દ્રારા ખેલ મહાકુંભ ૨૦૧૯ રાજ્યકક્ષાની બહેનો માટેની અંડર-૧૭ ફુટબોલ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ જન શક્તિ સ્ટેડીયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે તા.૧૦, ૧૧ અને ૧૨ ઓક્ટોબર યોજાઇ.
આ સ્પર્ધામાં તા. ૧૨ ઓક્ટોબરના શનિવારે ફાઇનલ સ્પર્ધા એસ.એ.જી.હિંમતનગર અને પાટણની ટીમ વચ્ચે યોજાઇ જેમાં બે ગોલ કરી પાટણની ટીમનો વિજય થયો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અંતર ઠાકોરે પોતાની ટીમને વિજેતા બનાવી પાટણને ગૌરવ અપાવ્યુ હતું. આ સ્પર્ધામાં અંતર ઠાકોર અને અલ્કા ઠાકોરે પાટણ માટે એક એક ગોલ ફટકાર્યા હતા. આ સ્પર્ધામાં માત્ર બે ગોલ પાટણની ટીમ દ્રારા થયા હતા. જેથી ટીમ પાટણને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પાટણ અને દ્રિતિય વિજેતા એસ.એ.જી. હિંમતનગરની ટીમ હતી. આ ટીમમોને મહાનુભવોના હસ્તે ટ્રોફી એનાત કરવામાં આવી અને ખેલાડીઓને મેડ્લ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ રેફરીઓનુ ખેલ મહાકુંભ સ્ટોલ અને મોમેન્ટોથી સન્માનીત કરાયા હતા.
આ સ્પાર્ધામાં ખેલાડીનુ મનોબળ વધારવા ડારેક્ટર જનરલ એસ.એ.જી અને અગ્ર સચીવ રમતગમત વિભાગ ગાંધિનગરના શ્રી સી.વી.સોમે (આઇ.એ.એસ) ખેલાડી બહેનોને ભવિષ્યમાં ભારતનુ નામ ફુટબોલની રમતમાં સુવર્ણ અક્ષરે લખાય તે માટે ખુબ મહેનત કરવા અને વધુ સારૂ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી.આ દિકરીઓનુ પ્રદર્શન જોઇ ભવિષ્યમાં ફુટબોલ વલ્ડ કપ ભારતના નામે થશે તેવી આશા વ્યક્ત કરતા તેઓને ઉમેર્યું કે ખેલ મહાકુંભ થકી આજે સારી સારી પ્રતિભાશાળી ખેલાડીઓ આપણા દેશને મળી રહી છે જેના કારણે દેશનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રમતોમાં સુવર્ણચંદ્રક જીતી દેશનુ નામ રોશન કરી રહ્યા છે.
આ સ્પર્ધામાં મહિલા ફુટબોલ ઇન્ડિયા ટીમના ખેલાડી કુમારી અંજુ તમંગે વિજેતા ટીમની ખેલાડીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું કે રમતમાં હાર અને જીત થાય પરંતુ આ હાર આપણે ઘણુ બધુ શીખવે છે. ખેલાડીએ એ જ સારો ખેલાડી બને છે જેને પોતાની હારના કારણોની સમિક્ષા કરી શકે અને હાર પચાવી શકે. વધુમાં તેમણે જણાવ્યુ કે બંને ટીમોનુ પ્રદર્શન ખુબ જ સારૂ હતું. બધા જ ખેલાડીનો દેખાવ ખુબ સારો હતો અને ભવિષ્યમાં આ ખેલાડી દેશ માટે રમે તેવી ઇચ્છા વ્યક્ત કરતાં વધુ મહેનત કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રોજેક્ટ મેનેજર ફિફા અંડર-૧૭ મહિલા વલ્ડ કપ ઇન્ડિયા ૨૦૨૦ના શ્રી મનદિપ સાહરન, મહિલા ફૂટબોલ ખેલાડી સંજુ ઇન્ડિયન, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમીશ્નર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કાપડીયા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર કમિશ્નરશ્રી નયન થોરાટ તેમજ સચિવ સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર કમિશ્નરશ્રી બલદેવભાઇ દેસાઇ,જિલ્લા રમતગમત અધિકારી હર્શાબેન ઠાકોર, મુખ્ય કોચ પરેશભાઇપટેલ, ગુજરાત રાજય ફુટબોલ એસોશિયેસનના શ્રી ગુલાબસિંહ ચૌહાન તથા સિનિયર કોચ સાબરકાંઠા પુનમબેન ફુમાકીયા તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!