ભરણ પોષણની રકમ ન ચુકવતા પતિ વિરુદ્ધ સમન્સ લઇ પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી

ભરણ પોષણની રકમ ન ચુકવતા પતિ વિરુદ્ધ સમન્સ લઇ પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી
Spread the love

વડોદરા,

મુંબઇમાં રહેતી અને ૪૦ જેટલી હિંદી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રી તરીકે કામ કરી ચૂકેલી સપના ઉર્ફ સપ્પુના લગ્ન વર્ષ-૨૦૧૩માં વડોદરાના રહેવાસી અને રીપÂબ્લકન પાર્ટી ઓફ ઇÂન્ડયાના વડોદરા શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ રાજકુમાર ગોયલ સાથે થયા હતા. સપના ઉર્ફ સપ્પુને પતિ રાજેશ ગોયલ દ્વારા એક સંતાન છે. સપનાએ મુંબઇ ગયા બાદ પોતાના અને પુત્રના ભરણ-પોષણ માટે અંધેરી-મુંબઇ ખાતે આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ૪૪ કોર્ટમાં પતિ રાજેશ ગોયલ સામે ભરણ-પોષણનો દાવો કર્યો હતો.

કોર્ટે તા.૧૯-૧-૦૧૮ના રોજ પ્રતિમાસ રૂપિયા ૪૦,૦૦૦ ભરણ-પોષણ પેટે સપના ઉર્ફ સપ્પુને ચૂકવવા માટે પતિ રાજેશ ગોયલને હુકમ કર્યો હતો. પરંતુ, રાજેશ ગોયલ કોર્ટે નિર્ધારીત કરેલી રકમ ચૂકવતો ન હતો. અનેક વખત સમન્સ કાઢવા છતાં, રાજેશ ગોયલ ભરણ-પોષણની રકમ સપના ઉર્ફ સપ્પુને ચૂકવતો ન હતો. ૨૨ માસથી રાજેશ ગોયલ ભરણ-પોષણ ચૂકવતો ન હોવાથી સપના ઉર્ફ સપ્પુ રૂપિયા ૬,૪૦,૦૦૦ ચૂકવવાના ઓર્ડર સમન્સ સાથે શનિવારે વડોદરા આવી પહોંચી હતી. પી.સી.બી. શાખાને આરોપી પતિ રાજેશ ગોયલને સમન્સ બજાવવા રજૂઆત કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!