સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ બાદ ઘણો વિકાસ થઈ રહ્યો છતાં નવા રૂટ ચાલુ કરાતા નથી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ બાદ ઘણો વિકાસ થઈ રહ્યો છતાં નવા રૂટ ચાલુ કરાતા નથી
Spread the love
  • રાજપીપલા એસટી ડેપોથી ઉત્તર ગુજરાત તરફ માત્ર એક જ બસ હોવાથી મુસાફરોને મુશ્કેલી
  • રાજપીપળા થી મહેસાણા પાટણ ઊંઝા રૂટ પર સવારે માત્ર એક જ બસ હોવાથી આ રૂટ પર બસ વધારવાની માંગ.

નર્મદા જિલ્લામાં બે મોટા પ્રોજેક્ટો માં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ બાદ ગુણોનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે અહીં આવવા માટે પૂરતી બસ રૂટો ન હોવાથી પ્રવાસીઓ મુસાફરોને આવવા-જવા ઘણી મુશ્કેલી પડે છે. જેને કારણે પ્રવાસીઓને ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. છતાં બસોના નવા રૂટ ચાલુ કરાતા ન હોવાથી પ્રવાસી મુસાફરી જનતામાં નવા રૂટો વધારવાની માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો અલગ થયા અને 22 વર્ષ થવા છતાં હજુ ઘણી તકલીફો આ જિલ્લામાં યથાવત્ હોય જેમાં જિલ્લાના મૂખ્ય રાજપીપલા એસટી ડેપોમાંથી ઘણા રૂટ પર હજુ બસો ઓછી જતી હોવાથી મુસાફરોને તકલીફ થઈ રહી છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જન સંખ્યા વધી વાહનો પણ વધ્યા છે પરંતુ રાજપીપલા એસટી ડેપોમાં વર્ષોથી તેમાં 55 જેવા રૂટ ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાત તરફ ની બસો નહિવત વધતા એ તરફના મુસાફરોને ઘણી તકલીફ થઈ રહી છે.

જેમાં મહેસાણા ,પાટણ,  ઊંઝા તરફ થી રાજપીપળા આવતા જતા મુસાફરોની સંખ્યા ઘણી વધી હોવા છતાં સવારે માત્ર એક જ બસ હોઈ બસ વધારવાની માંગ ઉઠી છે. સરકારે સ્ટેચ્યુ બન્યા બાદ આ જિલ્લામાં ઘણી આગેકૂચ કરી રહી છે, પરંતુ સ્થાનિક સવલતો બાબતે હજુ જાણે વિકાસ થંભી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરી એસટી બસોના રૂટ વધારવા જરૂરી હોય ઉત્તર ગુજરાત તરફથી આવતા નોકરીયાતો,  વેપારીઓ અને પ્રવાસીઓ માટે બસોની સવલત ન હોય દરેક પ્રવાસી પાસે કઈ પોતાના ખાનગી વાહનો નથી હોતા માટે આવી જરૂરી સગવડ વધારવાની માંગ ઉઠી છે.

રિપોર્ટ:  જ્યોતિ  જગતાપ , રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!