રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ટોપ એજ્યુકેશન દ્વારા ટોપ ઓલમ્પિયાડ પરીક્ષા

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ટોપ એજ્યુકેશન દ્વારા ટોપ ઓલમ્પિયાડ પરીક્ષા
Spread the love

શિક્ષણ  એજ સાચી સેવા ને સાર્થક કરતા રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ટોપ એજ્યુકેશન, ગાંધીનગર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવીન પહેલ  કરવામાં આવી છે જેમા રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના માપદંડોને આધારે ધોરણ 9 અને 10 ના તેજસ્વી અને આર્થિક રીતે અસક્ષમ વિધાર્થીઓને Text Books અને Foundation Course સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે જેનાં થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઉત્તમ તક યોગ્ય વિધાર્થીઓને મળશે. 

બંને સંસ્થા દ્વારા ગાંધીનગર ટોપ ઓલમ્પિયાડ પરીક્ષાનુ આયોજન તા: 20/10/2019,  રવિવારના રોજ બપોરે ૨:૦૦ વાગે થી ૫:૦૦ વાગ્યા સુધી, ટોપ એજ્યુકેશન,  સેક્ટર-6 ખાતે કરવામાં આવ્યું છે જેમા ધોરણ 5 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભણતા વિધાર્થીઓ પરીક્ષામા ભાગ લઈ માપદાંડો ને આધારે ફ્રી પુસ્તકો અને કોચિંગ મેળવી શકશે.

આ લાભ ફક્ત 10 તેજસ્વી અને આર્થિક રીતે અસક્ષમ વિધાર્થીઓને જ આપવામાં આવશે તે ઉપરાંત વિષય અને ધોરણ પ્રમાણે ટોપ જીનીયસ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.  વિદ્યાર્થીઓ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને પણ પરીક્ષા આપી શકે છે. વધુ માહિતી માટે 9998536507,  7490036507 પર સંપર્ક કરી શકાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!