નર્મદામા આદિવાસી પંથકમાં કાળીચૌદસના રોજ તાંત્રિકવિધિ તથા ધાર્મિક કાર્યક્રમોનુ વિશેષ મહત્વ

નર્મદામા આદિવાસી પંથકમાં કાળીચૌદસના રોજ તાંત્રિકવિધિ તથા ધાર્મિક કાર્યક્રમોનુ વિશેષ મહત્વ
Spread the love
  • બુરી નજર, કકળાટનો ત્યાગ કરવા સ્મશનોમાં કરાશે કાલે વિધિ 
  • કાળીચૌદસ ના રોજ   કાળિયાભૂત મંદિરે કાળી ધજા ચડાવાય છે અને સિગારેટ ધરાવાશે.
  • રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાળી ચૌદશની કાળી રાત્રે તાંત્રિકો દ્વારા તંત્ર મંત્ર વિવિધ સાધના કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. 
  • કાળીચૌદશની રાત્રિએ સમશાનમાં તાંત્રિકો અનોખી સાધના કરતી જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 

અગિયારસથી માંડીને વાઘબારસ,  ધનતેરસ, કાળીચૌદશ,  દિવાળી, નૂતન વર્ષ, ભાઇબીજ ના આ સપ્તાહમાં સામાન્ય લોકો માટે કાળી ચૌદશનો વિશેષ ધાર્મિક મહત્વ હોતું નથી, પરંતુ તાંત્રિકો સાધકો માટે વર્ષની  શ્રેષ્ઠ રાત્રી ગણાય છે. કામણ, હુમલા, બુરી નજર, અકસ્માત, પીડા,  દુઃખ વગેરેથી મુક્તિ મેળવવા માટે છે. તાંત્રિક રાત્રી સુક્તત કાલરાત્રી તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય આવ્યો છે તેવી કાળીચૌદશને હનુમાનજીના પૂજનનું પણ નર્મદા જિલ્લામાં વિશેષ મહત્વ છે.   કાલરાત્રી યંત્ર પૂજન નર્મદા જિલ્લામાં વિશેષ મહત્વ છે મોટી ફેક્ટરીઓ કારખાનાઓમાં ઉત્પાદન કાર્ય કરતા યંત્રો વર્ષો દરમિયાન ખોટખાય કાંઈ નહીં તે માટે અને અવિરત ઉત્પાદન થતું રહે તે માટે કાળી ચૌદસ યંત્રનું પૂજન કરવામાં આવે છે. એ ઉપરાંત હનુમાનજીના દર્શન સંધ્યાકાળે જઈ તેમની સમક્ષ તેલ, સિંદૂર અને અડદના દાણા ચઢાવી પુજન કરાય  છે. 

 ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરાય છે તથા યંત્ર પૂજન,  કાળભૈરવ પૂજન યંત્ર મંત્ર ની વિધિ ના કાર્યક્રમો પણ યોજાય છે . સ્મસાનોમાં સવારથી રાત સુધી તાંત્રિકો દ્વારા વિવિધ વિધે કરાય છે . તાંત્રિકો સાધકો માટે કાળી ચૌદશ વર્ષની શ્રેષ્ઠ રાત્રી હોય તાંત્રિકોએ મંત્ર જપ વિધિ કરાવે છે  એ ઉપરાંત કાળીચૌદસ હનુમાનજીનું પૂજન કરી હનુમાન ચાલીસાના પાઠ પણ લોકો કરે છે 

કાળીચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધનતેરસ પછીનાં દિવસને કાળીચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું .

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ  નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

આ વર્ષે કાળી ચૌદશ 26 ઓક્ટોબર 2019ના રોજ છે. આ ખાસ દિવસે મહાકાળીની પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદશને આખા ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કાળીચૌદશના દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ છે. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ઉપરાંત આ આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે.શનિદોષને દૂર કરવા માટે આ દિવસને શનિચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાળી ચૌદસની પૂજાના ફાયદા

આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા? કાળી ચૌદસની પૂજા રાત્રે 11.50 વાગ્યે શરૂ થાય છે અને 12.30 વાગ્યા સુધી ચાલે છે.આ પૂજા દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ. આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ.આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!