આજથી શરૂ થતા વિક્રમ સવંત મુજબના નવા વર્ષમાં આપ સૌ માટે…..!!

આજથી શરૂ થતા વિક્રમ સવંત મુજબના નવા વર્ષમાં આપ સૌ માટે…..!!
Spread the love
  • આપ વધુને વધુ કાયદાકીય જ્ઞાન મેળવો
  • તમારા હક્કો અને અધિકારો પ્રત્યે જાગૃત બનો
  • સરકારી યોજનાઓનો વધુ લાભ મેળવો
  • ડાકલા, દોરા, ભુવાઓની અંધશ્રદ્ધાઓથી મુક્ત બનો
  • કુરિવાજો બંધ કરી અને દેખાદેખીથી મુક્ત બનો.
  • મંદિરોમાં દાન કરવાના બદલે સગા-વ્હાલઓને મદદ કરો.
  • વ્યસનોને દુર કરી જીવનને સ્વસ્થ બનાવો.
  • નાતજાતના ભેદભાવ વગર સૌને સમાન સન્માન આપો.
  • ખેડૂતો, સૈનિકો, સફાઈ કામદારો, શિક્ષકો અને મજુરો પ્રત્યે હંમેશા આદર રાખો.
  • ભ્રષ્ટાચાર વિરોધમાં આર.ટી.આઈ કરતા શીખો.
  • પૈસાવાળાઓ, ધર્મના ઠેકેદારો અને નેતાઓના પગ પકડવાના બદલે સમાજના ગરીબનો હાથ પકડો.
  • તમે તમારી આસપાસમાં સ્વચ્છતા રાખો, પર્યાવરણને પ્રદુષિત થતું બચાવો.
  • દિકરીના લગન અને કરિયાવર કરતા દિકરીના શિક્ષણમાં વધુ ખર્ચ કરો.
  • પૈસા વધી ગયા હોય તો ગામના ગેટ બાંધવાના બદલે ગામની સુવિધાઓ વધારો.
  • દરેક પાર્ટીના નાના-મોટા નેતાઓથી ડરવાનું બંધ કરો અને નેતાઓને સવાલ કરો.
  • દરેક સરકારી અધિકારીને માન આપો પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં 1064 નંબર પર ફોન કરો.
  • તમારી આસપાસના અસામાજિક તત્વોને સીધું કે આડકતરું પ્રોત્સાહન ન આપો.
  • વારેતહેવારે વ્હોટ્સએપ ઉપર શુભેચ્છાઓના ફાલતુ ફોટા ફોરવર્ડ કરીને ત્રાસ ફેલાવવાનું બંધ કરો.
  • અન્યાય સામે લડત શીખો, માથું કાઢીને બોલતા શીખો, હિંમતથી અવાજ ઉઠાવતા શીખો.
  • ઢોંગીઓ, ધુતારાઓ, પાખંડીઓ, પૈસા પડાઉ, લોભીઓ, લાલચુઓ, દંભીઓથી દુર રહો અને 
  • ફક્ત અને ફક્ત સર્વશક્તિમાન ઈશ્વરને સતત કેન્દ્રમાં રાખી, ફક્ત ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો.

આટલું કરશો તો નવા વર્ષમાં ૧૦૦% તમારા જીવનમાં અપાર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સુરક્ષા, સાથ, સહકાર, અને સદભાવ આવશે અને વધશે. બાકી વ્હોટ્સએપના શુભકામના મેસેજો અને ધર્મના ઠેકેદારોના આશિર્વાદો વર્ષોથી આવે છે પણ તોય દર વર્ષે નવા વર્ષમાં જીવનમાં લેણા, વાળ અને ચિંતા સિવાય કાંઈ વધતું નથી.

લેખક : ગોપાલભાઈ ઇટાલિયા
રિપોર્ટ : તુલસી.બોઘુ  (ધાનેરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!