બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સવિધાન બચાવો ચિંતન શિબિર યોજાઈ

બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સવિધાન બચાવો ચિંતન શિબિર યોજાઈ
Spread the love

રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલમાં રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિદ્વારાદલિતો,આદિવાસીઓ, ઓબીસી અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન યોજાઈ હતી .આ શિબિરમાં જિગ્નેશ મેવાણીએ સાવરકરને ભારત રત્ન આપવાના વિચાર મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી હતી. સાથે-સાથે સાવરકરને કાયર અને બુઝદીલ તરીકે સંબોધી અસફાકઉલ્લા ખાન, બિરસા મુંડા, સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન આપવાની માંગ કરી હતી.

આ સંમેલનમાં રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના અધ્યક્ષ એડ. છગનભાઈ ગોડીગજબાર,બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ,અનિલ ભગત, માર્ટિન મેકવાન, જમાતે ઇસ્લામ ગુજરાતના જનરલ સેક્રેટરી ઇકબાલભાઈ મીરઝા,બામસેફના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ મોહનભાઈ પરમાર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મોદી,શાહ અને આરએસએસ સાવરકરને ભારતરત્ન આપવાની વાત કરે છે એ કાયર-બુઝદિલ હતો,એમણે અંગ્રેજો પાસે 13 વાર માફીનામાં લખ્યા છે. સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે આંદોલન કરવા પોતાની આર્મીમાં યુવાનોની ભરતી કરતા હતા ત્યારે સાવરકર સુભાષચંદ્ર બોઝની સામે અંગ્રેજોની આર્મીમાં યુવાનોની ભરતી કરવાનું ગદ્દારી ભર્યું કાર્ય કરતા હતા.

કાયર સાવરકરને નહીં પણ અસફાકઉલ્લા ખાન,બિરસા મુંડા,રામાસ્વામી પેરિયારને ભારત રત્ન આપવો જોઈએ.અત્યારે એવા લોકો સત્તામાં છે કે, જેમના 7/12 નો દાખલો કાઢી પેઢીનામું કઢાવીએ તો એમના વડવાઓ હિટલર અને મુસોલીની નીકળે, અત્યારે હિટલર અને મુસોલીનીના સીધી લિટીના વારસદારો સરકારમાં બેઠા છે. મોદી-શાહ 130 કરોડની જનતાનું નહીં પણ 130 પૂંજીપતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

હાલમાં 40% બાળકો 8માં ધોરણ પછી ભણી નથી શકતા, 45% શાળાઓમાં 1 થી 5 ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે જ્યારે 30% શાળાઓમાં 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ વર્ગખંડ છે.આ મુદ્દાઓ પર હવે આંદોલન કરવાની જરૂર છે.2017માં આરોગ્ય સંબંધી સુવિધાના અભાવે 8.20 લાખ બાળકો મૃત્યુ પામ્યા.ગુજરાતના આરોગ્ય મંત્રી નિતીન પટેલના મતવિસ્તાર મહેસાણામાં પણ આરોગ્ય સુવિધાઓનો અભાવ છે.આવા કપરા સમયમાં ઇમરાન ખાનને ટીવીમાં દુશ્મન બતાવાય છે.

અત્યારે ફક્ત ધર્મના અને પાકિસ્તાનના નામે 94 ડિબેટ થઈ તો વિકાસના નામે એક પણ ડિબેટ થઈ નથી.દેશનો 44% મજદૂર વર્ગનો માસિક પગાર 5000 કરતા ઓછો છે તેઓ પોતાના બાળકને સરખો નાસ્તો પણ નથી આપી શકતા.ભારતમાં ટેક્સની કુલ 24 લાખ કરોડ આવક સામે મોદીના માનીતા 130 પૂંજીપતિઓની 36 લાખ કરોડની આવક છે.દેશમાં શિક્ષણ,આરોગ્ય,ખેતી,પેન્શન માટે અને કુપોષણ દૂર કરવા 17 લાખ કરોડની જરૂર છે ત્યારે એ 130 પૂંજીપતિઓની આવક સામે ટેક્સ લગાડે તો પણ 10 લાખ કરોડ ઉભા થાય એમ છે.

વિકસિત દેશોમાં દેશની કુલ આવકના 8% શિક્ષણ પાછળ ખર્ચાઈ છે એની સામે ભારતમાં 3% ખર્ચાય છે.મોદીએ એમા પણ 34% કાપ મુક્યો છે.મોદી સરકાર બુઝુર્ગોનું સન્માન નથી જાળવતી,વૃદ્ધ પેન્શનમાં 36 કરોડ બુઝુર્ગો માટે 9,600 કરોડ ફાળવ્યા એટલે એક વૃદ્ધ દીઠ રોજના 80 પૈસા જે હાસ્યાસ્પદ કહેવાય.ભારતમાં છેલ્લા 22 વર્ષમાં 3.40 લાખ ખેડૂતોએ આપઘાત કર્યો,ખેડૂતો વિશે સરકાર નથી વિચારતી. રોટલાના સવાલથી દૂર થઈએ એટલે આપણને મંદિર-મસ્જિદના ઝઘડાઓમાં ઉલજાવી રખાય છે.

દલિત,આદિવાસી અને મુસ્લિમ સમાજ જો ભેગો થાય તો આખી રાજનીતિ બદલાઈ જાય.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટી- એસિ સબ પ્લાનના કરોડો રૂપિયા સરકારે વાપર્યા છે જે ખરેખર એસીએટી માટે વાપરવા જોઈએ,છેલ્લા 20 વર્ષમાં આવા અરબો રૂપિયા વપરાયા છે.એટ્રોસીટી એકટમા માયનોરિટીનો સમાવેશ કરો અથવા એમની માટે અલગ કાયદો બનાવો એવી અમારી માંગ છે.મંદિર-મસ્જિદનું લફડુ દેશમાં એક ષડયંત્રના ભાગ રૂપે ઘુસેડાયુ છે.

ભાજપ-શિવસેનાની મનશા દેશના બંધારણને ઉખેડી નાખવાની છે : જિગ્નેશ મેવાણી

મહારાષ્ટ્રમાં સરકાર બનવા મુદ્દે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ બન્ને ચોરો ભેગા મળીને લડે તો સારું છે.એ બન્ને પક્ષની મનશા એવી છે કે ભારતના બંધારણને ઉખેડી મનુસ્મૃતિ લાગુ કરવી.દેશની મંદી બાબતે જણાવ્યું હતું કે મોદીએ પૂંજીપતિઓના હિતમાં ઇકોનોમી સેટ કરી છે, જેથી આજે હજારો યુવાનો બેરોજગાર બન્યા છે. યુવાનો પાસે બેરોજગારી છીનવી લેવામાં આવે છે. આજનો બેરોજગાર યુવાન પોતાના પ્રાણ પ્રશ્નોથી આડા ફાટે ફંટાય એટલે ભાજપ, આરએસએસ મંદિર મસ્જિદ મામલે રાજનીતિ કરી રહી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!