નર્મદાના છટવાડા ગામની સગર્ભાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ

નર્મદાના છટવાડા ગામની સગર્ભાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ
Spread the love

ક્રિટિકલ કન્ડિશનમાં બેભાન અવસ્થામા પડેલી સગર્ભાને વાનમા લઈ જઈ શ્વાસ નળીમા નેઝલ કેનુલા નાખી સક્શન આપ્યું સાથે સાથે કૃત્રિમ શ્વાસ પણ આપ્યા. 108ના આ કેસને સેવીયર તરીકે પાત્ર ગણી પ્રથમ સ્થાન અપાયું છે અને આ બન્ને કર્મચારીઓને એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક સગર્ભા મહિલાએ કોઈક અગમ્ય  કારણસર ઝેરી દવા પી લેતા તેની હાલત ગંભીર બની હતી. જોકે રાજપીપળાની 108 ટીમે સમય સૂચકતા વાપરી સગર્ભાની પ્રાથમિક સારવાર આપી તુરંત રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા આ મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકને નવજીવન મળ્યુંહતુ .

બનાવ ની વિગત અનુસર નાંદોદ તાલુકાના છટવાડા ગામની એક સગર્ભા મહિલાએ ઘરના આંતરિક ઝઘડાને લીધે ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી .મહિલા સગર્ભા હતી અને તેને ચોથો મહિનો જઈ રહ્યો હતો પરિવારજનોએ  તુરંત 108 ટીમને કોલ કરતા રાજપીપળા 108ની ટિમના પાયલોટ ઉષ્માન કુરેશી EMT સરોજ રાવલને ત્યાં પહોંચી ગયા હતા.ક્રિટિકલ કન્ડિશનમાં બેભાન અવસ્થામા પડેલી સગર્ભાને વાનમા લઈ જઈ શ્વાસ નળીમા નેઝલ કેનુલા નાખી સક્શન આપ્યું સાથે સાથે કૃત્રિમ શ્વાસ પણ આપ્યા. GVK IMRI 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિજીશિયન ડો.દીપેશ અને ડો.ઝલકની સૂચના મુજબ જરૂરી ઇન્જેક્શન અને IV Fluid ચઢાવી કન્ટીન્યુઅસ વાઈટલ મોનીટરીંગ કરતા કરતા સગર્ભાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાઈ હતી.

લગભગ 10 દિવસની સઘન સારવાર બાદ સગર્ભા મહિલાને સહી સલામત રાજપીપળા સિવિલ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાઈ હતી.હાલની સ્થિતિ મુજબ સગર્ભા મહિલા અને ગર્ભમાં રહેલું બાળક બન્ને સ્વસ્થ હાલતમાં છે. 108 દ્વારા રાજપીપળા 108ના આ કેસને સેવીયર તરીકે પાત્ર ગણી પ્રથમ સ્થાન અપાયું છે અને આ બન્ને કર્મચારીઓને એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!