રસ્તો ક્રોસ કરતી કાર સાથે અન્ય કાર અથડાતા ૧નું મોત નીપજ્યું

રસ્તો ક્રોસ કરતી કાર સાથે અન્ય કાર અથડાતા ૧નું મોત નીપજ્યું
Spread the love

સુરત,
બારડોલી તાલુકાના નાંદીડા ગામના ચાર રસ્તા પર એક ઈકો કારનો ચાલક પૂરાપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રસ્તો ક્રોસ કરતી કારની વચ્ચે અથડાવી દેતા અકસ્માત થયો હતો. કારમાં સવાર એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય ૨ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

સુરતના અલથાણ કેનાલ રોડ, રઘુવીર સેફરોન બિÂલ્ડંગમાં રહેતા ચિરાગભાઈ રાજેશભાઈ શાહ (૩૫) તેમજ તેમના પત્ની સ્વેતાબહેન તેમજ અન્ય મિત્રો સાથે ૨ કારમાં બારડોલીના બાબેન ગામે લેકસીટીમાં ફરવા આવ્યા હતાં. દિવસ દરમિયાન રોકાયા બાદ રાત્રિના સમયે પરત ઘરે નીકળ્યા હતાં. બારડોલીના નાંદિડા ગામની સીમમાં ચાર રસ્તા પર ચિરાગભાઈ શાહની કાર રસ્તો ક્રોસ કરતી હતી. દરમિયાન એક ઈકો કારનો ચાલક પૂરપાટે અને ગફલતભરી રીતે હંકારી આવી કારને બે દરવાજાની વચ્ચે અથડાવી દેતા અકસ્માત થયો હતો. જેમાં અંદર સવાર બે દંપતિ મેહુલભાઈ અને તમના પત્ની રિદ્ધિબહેન તેમજ ચિરાગભાઈને તેમના પત્ની સ્વેતાબહેનને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં લઈ જતાં ફરજ પરજના તબીબે ચિરાગભાઈને મૃત જાહેર કર્યા હતાં. હકીકત અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!